________________
૬૩૩
જેમ આત્મતત્ત્વ આકાશવત નિર્મળ છે, તેમ શુદ્ધ આત્મસ્વરૂપમાં નથી મન, તો સંકલ્પવિકલ્પ ક્યાં? નથી ચિત્ત, તો અનુસંધાનની કલ્પના ક્યાં? અરે! આત્મામાં નથી ગ્રાહ્ય કે ત્યાજ્ય, તો કેવો પ્રાપ્તિનો સંકલ્પ કે ત્યાગનો વિકલ્પ? આમ, તમામ સંકલ્પ-વિકલ્પોથી રહિત, કલ્પનાથી અતીત, તર્કથી વેગળું, પ્રમાણોથી અગ્રાહ્ય એવું જે આત્મતત્ત્વ છે, તે સદા સર્વદા નિર્વિકલ્પ કહેવાય
નિઃસીમ નિશ્ચંતનમ્ – સર્વ શરીરોમાં રહેલું અંતર્યામીરૂપી આત્મતત્ત્વ દેશ, કાળ અને વસ્તુની સીમાઓથી પર છે. નથી આત્માનો અંત આકારમાં કે ભેદમાં. તેથી તે વસ્તુગત સજાતીય, વિજાતીય અને સ્વગતભેદશૂન્ય છે. તેમજ સમયમાં નથી આત્માનો પ્રારંભ, તો સમયમાં અંત કેવો? માટે જ સમયની સીમાઓ તેને બંધનમાં નાંખી શકે તેમ નથી. માટે તે અસીમ છે. તે જ ન્યાયે નિરાકાર હોવાથી તે એક જ સમયે એક જ સ્થળમાં હોય તેવું અનિવાર્ય નથી, બલકે તેથી વિપરીત, આત્મા તો એક જ સમયે, સર્વ સ્થળે, સર્વ દેશમાં હાજરાહજૂર હોવાથી આત્માને દેશની સરહદો કે સ્થળના નથી સીમાડા. માટે જ તે “નિઃસીમ' વિશેષણથી અલંકૃત થયેલો છે. આમ, દેશ, કાળ અને વસ્તુ જેવા પરિબળોથી કદી નથી મૂત થતો, નથી પરિવર્તન પામતો, નથી તેને કાળની કરવત ધ્રુજાવી શકતી. તે કાળનો પણ કાળ છે, તો તેનામાં કેવાં કંપન? કેવો ભય? માટે જ તેવા આત્મતત્ત્વની સ્તુતિ માટે તેને નવાજવા “નિષ્પદન...” જેવા વિશેષણની ભાષાએ મહામહેનતે ખોજ કરી છે. આમ, નિસીમ અને નિમ્પંદન' જેવો આત્મા, નિર્વિકાર જ હોય તેવું ભાગ્યે જ જાહેર કરવાની જરૂરત છે. अन्तर्बहिःशून्यम्-अनन्यम्-अद्वयम्-निर्विकारम्
- અસીમ અને નિઃસીમ આત્મતત્ત્વ, દેશ-કાળ અને વસ્તુથી પરિચ્છેદશૂન્ય હોવાથી પૂર્ણ છે. પૂર્ણત્વ કદી બે હોઈ શકે નહીં. માટે આત્મા પૂર્ણ છે એટલું જ નહીં પરંતુ અનુપમેય છે. તેના જેવું અન્ય કોઈ તત્ત્વ નથી. માટે જ તેને ઉપમારહિત અદ્વિતીય તત્ત્વ કહ્યું છે. આમ, આત્મતત્ત્વ એક,