________________
૬૩૧
પ્રસ્તુત શ્લોકમાં ઉપનિષદના સંદેશનો ઉલ્લેખ કરતાં જણાવ્યું છે કે “યત્ર ન માન્યતુ (પતિ) રૂતિ કુતિઃ “જ્યાં અન્ય કંઈ પણ (જોતો) નથી એમ શ્રુતિ કહે છે.” અર્થાત્ આત્મજ્ઞાનમાં જ્યારે તપ્રપંચની નિવૃત્તિ થાય છે અને જીવ અને બ્રહ્મનું ઐક્ય અનુભવાય છે ત્યારે ત્યાં જ્ઞાનકાળે બ્રહ્મ સિવાય કે આત્મા સિવાય આત્મજ્ઞાની અન્ય કોઈને પણ જોતો નથી. આમ, તપ્રપંચરૂપી કાર્યનું કારણ જે અજ્ઞાન છે તેની જ્ઞાનકાળે નિવૃત્તિ થતાં અજ્ઞાનનું કાર્ય એવું દ્વત જગત છે, તેની પણ નિવૃત્તિ થઈ જાય છે. માટે જ, અત્રે જણાવ્યું છે કે જ્ઞાનકાળે કાર્યરૂપી દ્વતનું અસ્તિત્વ હોઈ શકે જ નહીં. કારણ કે બ્રહ્મ તો દૈતરહિત છે. બ્રહ્મમાં દ્વતની ગંધ પણ હોઈ શકે . નહીં તેવું સમજાવવા અને મિથ્યા અધ્યાસ દૂર કરવા માટે જ છાંદોગ્ય ઉપનિષદ સમજાવ્યું છે કે
“यत्र नान्यत्पश्यति नान्यच्छृणोति नान्यद्विजानाति स भूमा ।" "જ્યાં અન્ય કંઈ જોતો નથી, સાંભળતો નથી, જાણતો નથી, તે ભૂમા (પૂર્ણતા) છે.” (છાંદોગ્ય ઉપનિષદ-૭/૨૪/૧)
આમ, ક્રિયારૂપી દ્વત કે દૈતપ્રપંચનો ઉપસંહાર કરવા, અધ્યાસ કે અવિદ્યા દૂર કરવા માટે જ જ્ઞાનકાળે દૈત નથી, તેવો શ્રુતિસંદેશ જોવા મળે છે.
(છંદ-ઉપજાતિ) आकाशवनिर्मलनिर्विकल्प
निःसीमनिष्पंदननिर्विकारम् । .. अन्तर्बहिःशून्यमनन्यमद्वयं
स्वयं परं ब्रह्म किमस्ति बोध्यम् ॥३६४॥ મારુશિવત્ નિર્મામ્ = આકાશ જેવું નિર્મળ निर्विकल्प
કલ્પનાઓથી રહિત, નિઃસીમ-નિષ્પન-નિર્વિજારમ્ = સીમા વગરનું-અચલ, નિર્વિકાર; अन्तर्बहिःशून्यम्
= અંદર અને બહાર એવા ભાગ વગરનું