________________
૬૧૬
त्यक्त्वा
आनन्दरूपम् आत्मानम् વિન્તય
= છોડીને = આનંદસ્વરૂપ = આત્માનું = ચિંતન કર,
यत्
મુવત-શરણમ્ = મુક્તિનું કારણ છે.
અખંડાકારવૃત્તિ દ્વારા બ્રહ્મમાં તન્મય થવાનો સંકેત આપ્યા બાદ, ધ્યાનના અંતિમ લક્ષ્યની પ્રાપ્તિમાં પૂર્વ તૈયારી રૂપે અનાત્મચિંતનનો ત્યાગ સૂચવતા અત્રે જણાવાયું છે કે, કાન્તિ ત્યવત્તા ' “અનાત્માનું ચિંતન છોડીને અનાત્માના અર્થાત્ આત્મા સિવાયના જગતના ભૌતિક પદાર્થોનો, દેશ્ય વિષયોનો, દેહાદિ જડ ભૂત માત્રનું ચિંતન કરવાથી તત્ તત્ વિષયોમાં જ આસક્તિ થાય છે. તેવી આસક્તિ કે રાગ, તે વિષયની પ્રાપ્તિ માટે પ્રયત્ન કે પુરુષાર્થ કરાવે છે અને જો તેવી પ્રાપ્તિમાં પુરુષાર્થની ઊણપ રહે અને તત્ તત્ પ્રાપ્તિ પૂર્વે દેહનું મૃત્યુ થાય તો પ્રાપ્તિની વાસના અધૂરી રહે છે. તેવી અતૃપ્ત વાસના પુનર્જન્મનું કારણ બને છે. આમ, અનાત્માનું ચિંતન, વર્તમાન જન્મે તો, વિષયચિંતાની ચિતા પડકાવી સતત બાળે છે. પરંતુ અતૃપ્ત વાસનાઓ તો પુનર્જન્મે ગર્ભના કેદી બનાવી અન્ય દેહે પણ વિષયવાસનાની તૃપ્તિ માટે ઈષ્ટ-અનિષ્ટ, પુણ્ય અને પાપ જેવા અનેક કર્મો કરાવે છે. તેવા કર્મો જ દુઃખનું કારણ બને છે. માટે જ અત્રે સ્પષ્ટ કર્યું છે કે, “મનાત્મચિન્તન રશ્માં સુવાળમ્ ' અનાત્માનું ચિંતન જ પાપ અને દુઃખનું કારણ બને છે. આમ હોવાથી જ, આચાર્યશ્રીએ અનાત્મચિંતનનો ત્યાગ કરવાનું સૂચવેલું છે. આનંદસ્વરૂપ આત્માનું ચિંતન મુક્તિનું કારણ હોવાથી તેનું જ અનુસરણ કરવું ઇષ્ટ છે. આમ, ધ્યાનની પ્રક્રિયામાં પારંગત થવાની ઇચ્છાવાળાએ નિરંતર આત્મચિંતનના બળે અનાત્મચિંતનનો તિરસ્કાર કરવો જોઈએ.