________________
૪૬
શરીરને દેશનું બંધન છે. પરંતુ જેમ નિરાકાર આકાશ, સર્વવ્યાપક હોવાને લીધે દેશની મર્યાદાથી મુક્ત છે તેમ સચ્ચિદાનંદ આત્મા પણ નિરાકાર અને સર્વવ્યાપક હોવાથી દેશમાં બદ્ધ નથી. આત્માને કાળનું બંધન પણ નથી કારણ કે આત્મા જન્મેલો નથી. જે જે જન્મેલું હોય છે તે મૃત્યુ પામવાવાળા હોય છે, જેને આદિ છે તેને અંત હોય છે. જે જન્મ અને મૃત્યુવાળું છે, તે જન્મ અને મૃત્યુની વચ્ચેના કાળમાં સતત વિકાર પામતું રહે છે. શરીર કાળમાં જન્મે છે, કાળમાં મૃત્યુ પામે છે અને કાળક્રમે વિકાર પામતું રહે છે, માટે તે કાળમાં બદ્ધ છે. આત્માને આદિ નથી કે અંત નથી માટે તે અનાદિ અને અનંત કહેવાય છે. આત્મા સત્ય છે, તેમાં કાળાંતરે કોઈ પરિવર્તન પણ થતું નથી. જે સત્ય હોય તે સુધારા, વધા૨ા અને ફેરફારથી પ જ હોય છે. સત્ય કદી નવું કે જૂનું પણ ન હોઈ શકે. તાત્પર્ય એ છે કે સત્યસ્વરૂપ આત્માને કાળનું બંધન પણ હોઈ શકે નહીં. દેશ અને કાળથી મુક્ત આત્માનો ઉદ્ધાર કરવાનું કહેવું યોગ્ય નથી કારણ કે આત્મા સદા મુક્ત જ છે, નિત્ય મુક્ત જ છે.
,, 66
શરીર તેના ધર્મોથી મુક્ત થઈ શકે તેમ નથી, માટે તેનો ઉદ્ધાર ક૨વો પણ શક્ય નથી. શરીરનો ધર્મ છે જન્મ લેવો અને મૃત્યુની ગોદમાં વિરામ લેવો. જેને જન્મ અને મૃત્યુ હોય તેને જન્મ-મૃત્યુની વચ્ચે વિકાસ હોય, વિકાર હોય અને પરિવર્તનના પગથિયાં હોય. શરીરનાં સ્થિતિકાળમાં તેનાં છ વિકારો થાય છે; ‘‘મસ્તિ, ગાયતે, વર્ધત, વિપરિળમતે, अपक्षीयते, विनश्यति શરીર ગર્ભરૂપે છે, જન્મે છે, વૃદ્ધિ પામે છે, પરિણામ પામે છે, ક્ષય પામે છે અને નાશ પામે છે.’’ આ છ વિકારો શરીરના ધર્મો છે. કોઈ પણ પદાર્થ પોતાના ધર્મથી વિરુદ્ધ વર્તી શકે નહીં. બરફ ગરમ ન થઈ શકે, અગ્નિ શીતળતા ન આપી શકે કારણ કે તે તેમનો મૂળભૂત સ્વભાવ છે. તેવી જ રીતે જન્મવું, વિકાર પામવું અને મરવું; શરીરનો સ્વભાવ છે તે તેનાથી કદી મુક્ત થઈ શકે નહીં. જે કદી મુક્ત ન થઈ શકે તેવા શરીરના ઉદ્ધાર માટેનો પ્રયત્ન પણ વ્યર્થ જ પુરવાર થશે.