________________
૪૫
“તેને (પરબ્રહ્મને) પ્રણિપાત, પરિપ્રશ્ન અને સેવા વડે જાણ. તત્ત્વદર્શી જ્ઞાનીઓ તને જ્ઞાનનો ઉપદેશ કરશે.” પ્રણિપાત કરીને અર્થાત શરીર ઝુકાવીને નહીં પરંતુ અહંકાર ઝુકાવીને જ્ઞાનપ્રાપ્તિ માટે ઉપસ્થિત થવાનું છે. અહંકાર ઝુકાવીને ગુરુશરણમાં જવાથી જ્ઞાન પ્રાપ્ત થઈ શકે તેમ છે. જ્ઞાનપ્રાપ્તિનો આ સિવાય અન્ય કોઈ માર્ગ નથી.
| (છંદ-અનુષ્ટ્રપ) उद्धरेदात्मनाऽऽत्मानं मग्नं संसारवारिधौ ।
योगारूढत्वमासाद्य सम्यग्दर्शननिष्ठया ।।६।। સચવ- ન- = સમ્યફ દર્શનમાં મનમ્ = મગ્ન થયેલી નિષ્ઠયા નિષ્ઠા વડે માત્માનમ્ = પોતાની જાતનો
Iઉદ્ધત્વમ્ = યોગારૂઢપણું માત્મા = પોતાની જાતે જ आसाद्य = પ્રાપ્ત કરીને ઉદ્ધતું = ઉદ્ધાર કરવો. સંસાર-વારિઘી = સંસારસાગરમાં संसारवारिधौ मग्नं आत्मानं आत्मना उद्धरेत् । “સંસારસમુદ્રમાં ડુબેલા આત્માનો આત્મા વડે ઉદ્ધાર કરવો.” જે સંસારસાગરમાં ડુબેલો છે તેનો ઉદ્ધાર કરવાનો છે. ખરેખર સંસારમાં ડુબેલું કોણ છે? બંધન કોણે અનુભવે છે? તેનો સ્પષ્ટ નિર્ણય ન કરવામાં આવે ત્યાં સુધી તેનો ઉદ્ધાર કરવાનું શક્ય બની શકે નહીં. અહીં “આત્માનો ઉદ્ધાર કરવો” એમ કહેવાયાથી સચ્ચિદાનંદ આત્મસ્વરૂપનો ઉદ્ધાર કરવાનું કહેવાયું નથી. સંસ્કૃતમાં “આત્મા’ શબ્દના સંદર્ભ પ્રમાણે ઘણાં અર્થ થતા હોય છે. સંદર્ભ પ્રમાણે “આત્મા’ શબ્દના સ્થૂળ શરીર, ઈન્દ્રિયો, મન, બુદ્ધિ, જીવાત્મા વગેરે અર્થ પણ થાય છે. સચ્ચિદાનંદ આત્મા નથી સંસારસાગરમાં ડુબેલો કે નથી બંધનનો અનુભવ કરતો, માટે તેના ઉદ્ધારનો પ્રશ્ન હોઈ શકે નહીં. આત્માને દેશનું બંધન નથી કારણ કે તે નિરાકાર છે. જે સાકાર હોય તે એક સમયે એક જ દેશમાં રહે છે માટે તેને દેશનું બંધન હોય છે. શરીર સાકાર હોવાને લીધે એક સમયે એક સ્થળે હોય છે. સર્વત્ર હોતું નથી માટે