________________
૪૪
કેટલો આનંદ છે તેનો આજે મેં અનુભવ કર્યો. મને સમજાયું કે જેની પાસેથી જ્ઞાન લેવું હોય તેની પાસે મસ્તક નમાવવું જ પડે. આજ્ઞા કરવાથી કદી જ્ઞાન ન મળી શકે.” રાજા નમ્યો અને બોધ પામ્યો અર્થાત્ રાજાનો અહંકાર મૂક્યો અને તેની શંકાનું સમાધાન થયું કે નમ્રતા, શિષ્યભાવ અને નમન વિના ઈશ્વરદર્શન શક્ય નથી. પોતાની પામરતાનો સ્વીકાર કરવો અને ઈશ્વરની મહાનતાને અંગીકાર કરવી, આ ઈશ્વરદર્શનની મુખ્ય શરત છે. તેવું સૂત્ર સત્તાના સિંહાસન પર બેઠો બેઠો અને અહંકારના મદમાં ઊંચે ઊડવાથી રાજા સમજી શક્યો ન હતો. તેથી જ શાસ્ત્રમાં કહ્યું છે કે જેમ પાણીનો સ્વભાવ ઉપરથી નીચે વહેવાનો છે. તેમ જ્ઞાનનો પણ ઉપરથી નીચે તરફ જવાનો નિયમ છે. વ્યાસપીઠ ઊંચી રાખવા પાછળ આ જ પ્રતીકાત્મક સંદેશ છે. માટે શંકરાચાર્યજી કહે છે કે અહંકાર છોડીને, સંતમહાત્મા એવા ગુરુના ચરણમાં શરણ લઈ તેમણે બતાવેલા માર્ગે જ મોક્ષ માટે પ્રયત્ન કરવો જોઈએ. શંકરાચાર્યજીની વાત શ્રુતિ અને સ્મૃતિ સંમત છે. મુંડક શ્રુતિ કહે છે, "तद् विज्ञानार्थ स गुरुमेवाभिगच्छेत् समित्पाणिः श्रोत्रियं ब्रह्मनिष्ठम् ।"
(મુંડક ઉપનિષદ-૨/૨/૧૨) “તેને (પરબ્રહ્મને) જાણવા માટે તે સાધક) હાથમાં સમિધા લઈને, શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ ગુરુ પાસે જ જાય.” હાથમાં સમિધા લઈને જવાનો સંકેત પણ પ્રતિકાત્મક છે. યજ્ઞમાં હોમવાનાં એક પ્રકારનાં લાકડાંને સમિધા કહેવાય છે. સમિધાનો ભારો લઈને ગુરુચરણમાં ઉપસ્થિત શિષ્ય સાંકેતિક ભાષામાં ગુરુને પ્રાર્થના કરે છે કે, “હે ગુરુદેવ ! મારું અંતઃકરણ સૂકાયેલાં લાકડાં જેવું છે, એમાં વાસનાનો ભેજ નથી માટે ધુમાડો નહીં થાય. જ્ઞાનાગ્નિની એક જ ચિનગારીથી એમાં જ્ઞાનાગ્નિ પ્રજવલિત થઈ જશે.” શ્રીમદ્ ભગવદ્ ગીતામાં પણ કહેવાયું છે કે,
"तद्विद्धि प्रणिपातेन परिप्रश्नेन सेवया । ૩પત્તિ તે જ્ઞાન જ્ઞાનિનસ્તત્ત્વર્શિનઃ ”
(ભ.ગી. ૪-૩૪)