________________
૪૩
છે, કણ-કણમાં વ્યાપ્ત છે, કોઈ જગ્યા કે વસ્તુ એવી નથી જ્યાં ભગવાન ન હોય. જો આમ હોય તો, આપમાંથી કોઈ, મને ક્યાંક તો ભગવાન બતાવો?” સભામાં શાંતિ છવાઈ ગઈ. સમાધાન કરવા કોઈ ઊભું થયું નહીં માટે રાજાએ બીજા દિવસની સવાર સુધી તેમને વિચારવાનો સમય આપ્યો અને સાથે ધમકી પણ આપી, “જો કાલ પ્રાતઃકાળ સુધીમાં આપ મને ભગવાન નહીં બતાવી શકો તો કોઈના ધડ પર મસ્તક નહીં રાખું.” બીજા દિવસે દરબાર ખાલી રહ્યો, મોતના મુખમાં કોણ જાય? ત્રીજા દિવસે રાજાએ સ્વયં બધા વિદ્વાનોને સભામાં ઉપસ્થિત રહેવાનો હુકમ કર્યો. રાજાના આદેશ પ્રમાણે બધા વિદ્વાનો સભામાં ઉપસ્થિત થયા, પરંતુ અનિચ્છાએ આવેલા વિદ્વાનોથી ભરાયેલી સભા, ઊંડા મૌનમાં ડૂબેલી હતી. રાજાએ પોતાના પ્રશ્નને પુનઃ પ્રગટ કરી સભાની શરૂઆત કરી. આજે રાજાનો અવાજ પહેલેથી જ ક્રોધપૂર્ણ હતો માટે વિદ્વાનોએ મૌન રહેવાનું ઉચિત માન્યું. વિદ્વાનોને નીચા મોંએ બેઠેલા જોઈને, આ પ્રસંગનો સાક્ષી દ્વારપાળ બોલી ઊઠયો, “હે રાજન્ ! આજ્ઞા આપો તો હું આપની શંકાનું સમાધાન કરવા તૈયાર છું.” વિદ્વાનોને પણ મૌન ધારણ કરેલા જાણી રાજાએ દ્વારપાળની અવગણના કરી, પરંતુ દ્વારપાળ પુનઃ ઊભો થાય છે અને પોતાની સમર્થતા જાહેર કરે છે. વારંવાર કહેવાથી રાજાએ દ્વારપાળને આપવા ખાતર રજા આપી. અનુમતિ પ્રાપ્ત થતાં જ દ્વારપાળ, જાણે કે પોતે જ નરેશ ન થઈ ગયો હોય તેમ રાજાના સિંહાસન પાસે પહોંચીને રાજાને હુકમ કરે છે, “હે રાજા ! ભગવાન જોવો હોય તો સિંહાસન છોડીને શીશ નમાવીને ઊભો રહે.” ઉત્તર મેળવવા આતુર રાજાએ આજ્ઞાનું પાલન કર્યું અને સિંહાસન ખાલી કર્યું. ખાલી થયેલા સિંહાસન પર દ્વારપાળ સ્વયં બેસી જાય છે અને પુનઃ રાજાને સંબોધીને કહે છે, “જ્યાં સુધી સમાધાન ન થાય ત્યાં સુધી તારે મસ્તક ઝુકાવીને ઊભા રહેવાનું છે.” દ્વારપાળ સમક્ષ મસ્તક ઝુકાવી દીધા પછી રાજા ગુસ્સો પણ કરી શકે તેમ ન હતો માટે માથું ઝુકાવીને ઊભો રહે છે. થોડા સમય પછી રાજા માથું ઊંચુ કરીને બોલે છે, “હે દરવાન! મને મારો ઉત્તર મળી ગયો, હવે મારે કંઈ જ પૂછવું નથી!મેં મારું મસ્તક ક્યારેય ઝુકાવ્યું ન હતું, મસ્તક ઝુકાવવામાં