________________
૬૦૯
द्वौ पक्षौ
= બે પાંખો पुरुषस्य
= પુરુષને (હોય છે એમ) विजानीहि
= જાણ. વિમુ–િસીધા તનાવરોહણમ્ = વિમુક્તિરૂપી મહેલના છેક
ઉપરના માળે ચઢવું ताभ्यां विना
= તે બન્ને વિના न अन्यतरेण
= બીજા કોઈ પણ સાધનથી सिद्ध्यति
= શક્ય નથી.
હે વિચારશીલ ! હે ચતુરસુજાણ ! હે વિદ્વાન ! વિચાર કર અને સમજ કે જેમ પક્ષીને બે પાંખો હોય છે અને તે બન્ને પાંખોની મદદથી જ ઊડી શકે છે. એક પાંખ કાપી નાંખવાથી તે ઊડી શકતું નથી. તે જ પ્રમાણે મનુષ્યને પણ વૈરાગ્ય અને જ્ઞાન જેવી બે પાંખો હોય તો જ તે મુક્તિરૂપી મહેલના અંતિમ શિખર પર આરોહણ કરી શકે છે. જો આ બેમાંની કોઈ પણ એક પાંખ તૂટી જાય તો પંખીની જેમ મનુષ્ય પણ મુક્તિરૂપી મહેલ ઉપર આરોહણ કરી શકે નહીં. તો પછી જે કોઈ અભાગિયો છે, ગુરુકૃપાથી વંચિત છે. જેને શાસ્ત્રનો સમાગમ નથી, પૂર્વના સંસ્કારવિહોણો છે, તેવો જ્ઞાન અને વૈરાગ્યની બન્ને પાંખોથી રહિત હોય, તેને માટે તો મુક્તિના મહેલની પાસે પહોંચવું પણ અશક્ય જ છે. મોક્ષ કે મુક્તિ માટે જ્ઞાન અને વૈરાગ્ય સિવાય અન્ય સાધનો તો નકામા અને નિરર્થક જ છે. માટે જ શ્લોકમાં ઉલ્લેખાયું છે કે “રાયાં વિના નાન્યતરે સિયતિ ” “ વૈરાગ્ય અને જ્ઞાન જેવા તે બે સાધન વિના અન્ય કોઈથી પણ મુક્તિરૂપી મહેલ ઉપર આરોહણ કરવું શક્ય નથી.”
- તાત્પર્યમાં, વૈરાગ્ય વગરનું જ્ઞાન પંગુ છે અને જ્ઞાન વિનાનો માત્ર વૈરાગ્ય અંધ છે. પરંતુ જો બન્નેનો સમ્યફ સમન્વય થાય તો જ મુમુક્ષુની મુક્તિરૂપી મહેલના અંતિમ શિખર પર આરોહણ કરવાની તમન્ના સિદ્ધ થઈ શકે તેમ છે. માટે તે ચતુર પુરુષ! નિત્ય નિરંતર વૈરાગ્ય અને જ્ઞાન