________________
FOC
વાસનાઓનો અર્થાત્ કામ, ક્રોધ, લોભ જેવા અંદરના આંતરિક શત્રુઓની વાસનાઓનો ત્યાગ કરી શકે છે. તદુપરાંત, વૈરાગ્યના બળથી જ બહારના ઇન્દ્રિયોના વિષય શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ વગેરેનું ત્યાગ કરવાનું સામર્થ્ય પણ પ્રાપ્ત કરી શકે છે. આવો વૈરાગ્યવાન જ મોક્ષની પ્રબળ ઇચ્છાથી વાસના જેવા અંદરના અને ઈન્દ્રિયોના વિષયો જેવા બહારના પદાર્થોનો સંગ કે સમાગમ ત્યજી શકે છે.
આવી રીતે અંદર અને બહારના વિષયોની વાસનાનો ત્યાગી થયેલો નિર્વાસન અર્થાત્ નિષ્કામ, અકામ, આખકામ, આત્મકામ થયેલો જ બ્રહ્મમાં નિષ્ઠાવાન થઈ બ્રહ્મનિષ્ઠ થઈ શકે છે અને તેવો બ્રહ્મનિષ્ઠ અને વૈરાગ્યવાન જ બહાર અને અંદરના વિષયોનો સંગ, સંઘાત કે સમાગમનો ત્યાગ કરવા સમર્થ થાય છે.
બ્રહ્મનિષ્ઠા દ્વારા જેને પોતાના અસંગ આત્મસ્વરૂપનો સાક્ષાત્કાર થાય છે, તેવો કદી બહારના ઇન્દ્રિયોના વિષય સાથે કે અંદરની વાસના તથા અહંકાર સાથે પોતાને સંગ કે સંબંધ છે, તેવું સ્વીકારી શકતો નથી.. એટલું જ નહીં, પરંતુ વૈરાગ્યરૂપી અસંગશસ્ત્રના બળે જ એક ઝાટકે તમામ સંબંધ કે સંગનો ઉચ્છેદ કરી પોતાના અવિચ્છેદ આત્મસ્વરૂપમાં સ્થિર થાય
(છંદ-ઉપજાતિ) वैराग्यबोधौ पुरुषस्य पक्षिवत्
पक्षौ विजानीहि विचक्षण त्वम् । विमुक्तिसौधाग्रतलाधिरोहणं
ताभ्यां विना नान्यतरेण सिद्ध्यति ॥३७॥ વિવલ. વમ્ = હે ચતુર પુરુષ ! તું
= પક્ષીની જેમ, (પક્ષીને જેમ બે પાંખો હોય છે તેમ) વૈરાય–નોધી. - વૈરાગ્ય અને જ્ઞાન એમ
पक्षिवत्