________________
૬૧૦
માટે જ પ્રયત્નશીલ થા અને બ્રહ્મવિદ્યાની દેવી ઉમાને પ્રાર્થના કરી કે તને જ્ઞાન અને વૈરાગ્ય માટે સામર્થ્ય બક્ષે. તું જ્ઞાન અને વૈરાગ્યની જ ભિક્ષા પ્રાપ્ત કરવા તત્પર અને તૈયાર થા. *
"ज्ञानवैराग्य सिद्ध्यर्थं भिक्षां देही च पार्वति ।"
| (છંદ-ઉપજાતિ) अत्यन्तवैराग्यवतः समाधिः
समाहितस्यैव दृढप्रबोधः । प्रबुद्धतत्त्वस्य हि बन्धमुक्तिः
મુplભનો નિત્યસુવાનુભૂતિઃ રૂદ્દા અત્યન્ત વૈરાગ્યવતઃ = તીવ્ર વૈરાગ્યવાનને જ समाधिः = સમાધિ થાય છે. સમાદિતસ્ય વ = (આવા) સમાધિસ્થને જ दृढप्रबोधः = દઢ જ્ઞાન થાય છે. પ્રવૃદ્ધતત્ત્વસ્ય હિ = જ્ઞાનથી જેણે આત્મતત્ત્વ જાણ્યું હોય તેને જ ! बन्धमुक्तिः = સંસારના બંધનથી છૂટકારો થાય છે. મુwત્મનઃ = (અને) બંધનમાંથી જે છૂટયો હોય તેને નિત્યસુહાનુભૂતિઃ - નિત્યાનંદનો અનુભવ થાય છે.
જે કોઈ દઢ વૈરાગ્યવાળો હોય અગર જેનો વૈરાગ્ય વિવેકજન્ય હોય, સ્મશાનજન્ય નહીં, તેવા વૈરાગ્યની પરિપક્વતાવાળાને જ નિર્વિકલ્પ સમાધિનું સામર્થ્ય પ્રાપ્ત થાય છે અને તેવા સામર્થ્યથી જે કોઈ નિર્વિકલ્પ સમાધિને સંપન્ન થાય છે તેવાને સમાધિજન્ય દેઢ, અપરોક્ષ જ્ઞાન થાય છે. તેવા નિસંદેહ આત્મબોધ દ્વારા જેને જીવ-બ્રહ્મ ઐક્યનું તત્ત્વ, સંસારનું મિથ્યાત્વ, પદાર્થોનું અનિત્યત્વ અને વિષયભોગનું નશ્વરત્વ કે પ્રતિભાસિકત્વ જણાયું છે, તે જ સંસારના બંધનથી મુક્ત થાય છે અને તેવો મુક્ત આત્મા જ અતીન્દ્રિય, શાશ્વત સુખની અનુભૂતિ કરી શકે છે.