________________
(છંદ-અનુષ્ટુપ)
तन्निवृत्त्या मुनेः सम्यक् सर्वोपरमणं सुखम् । संदृश्यते सदानन्दरसानुभवविप्लवः •॥३७२॥
तत् निवृत्त्या सम्यक्
મુને
सर्वोपरमणं सुखम् सदानन्दरसानुभव–विप्लवः संदृश्यते
=
તે (બધી ઉપાધિઓ)થી સારી રીતે
=
૬૦૬
=
=
નિવૃત્ત થવાથી મુનિને
પૂર્ણ ઉપતિનું સુખ (અને)
= સદા બ્રહ્માનંદ૨સના અનુભવની ભરતીનો (અનુભવ થતો) જણાય છે.
શરીર, પ્રાણ, મન, બુદ્ધિ અને ઇન્દ્રિયો આદિ ઉપાધિઓ સાથે જો ચિત્તની વૃત્તિ જોડાય, તો તેવી તેવી ઉપાધિના ભાવને યોગી પ્રાપ્ત થાય છે. અર્થાત્ હું શરીર આદિ છું, તેવું ખોટું તાદાત્મ્ય ઊભું કરી, અજ્ઞાનમાં યોગી આત્મસ્વરૂપે નિરુપાધિક હોવા છતાં પોતાને ઉપાધિવાળો માની આધિ, વ્યાધિ અને ઉપાધિના બંધનમાં પડે છે.
માટે યોગનિરુપણનો ઉપસંહાર કરતાં દર્શાવ્યું છે કે બધી જ અનાત્માની ઉપાધિઓમાંથી સંપૂર્ણ રીતે મનનશીલ સાધક કે મુનિએ નિવૃત્ત થવું જોઈએ. ઉપાધિની નિવૃત્તિ થવાથી જ અગર સર્વ ઉપાધિઓથી ચિત્તની વૃત્તિઓનો નિરોધ કરવાથી મુનિ કે યોગીને સંપૂર્ણ ઉપતિનું સુખ અને શાશ્વત બ્રહ્માનંદરસના અનુભવની ભરતીની અનુભૂતિ થાય છે. માટે જ સર્વ ઉપાધિઓમાં સંલગ્ન થતી ચિત્તની વૃત્તિઓને રોકવારૂપી યોગ કરવો અનિવાર્ય છે. ઉપાધિથી મુક્તિ જ નિરુપાધિક બ્રહ્મની અપરોક્ષ અનુભૂતિ છે.
(છંદ-અનુષ્ટુપ) अन्तस्त्यागो बहिस्त्यागो विरक्तस्यैव युज्यते । त्यजत्यन्तर्बहिः संगं विरक्तस्तु मुमुक्षया ॥ ३७३॥