________________
૬૦૨
અંતઃકરણ શુદ્ધિ માટે ઉપયોગી ન હોય તો તેને માત્ર વાણીનો વ્યર્થ શ્રમ સમજી તેનો ત્યાગ કરવો જ મુમુક્ષુનું પ્રથમ કર્તવ્ય છે. ઉપરાંત શાસ્ત્રવાસના કે પ્રવચનની વાસના પણ આત્મસાક્ષાત્કારમાં વિદન છે, તેમ સમજી અંતે તેવા સાધનરૂપી આલંબનનો પણ ત્યાગ કરવો જોઈએ કારણ કે આત્મવસ્તુ વાચાતીત હોવાથી અને અવર્ણનીય હોવાથી વાણી દ્વારા ન તો પ્રાપ્ત થાય કે ન તો વાણી દ્વારા તેની અભિવ્યક્તિ થઈ શકે. માટે વ્યર્થ સમય અને શક્તિનો ખર્ચ કરી ભાષણ આદિ કરવું તે કરતાં આત્મવિચારણા અર્થે મૌન રહેવું અને નિત્ય મનન કરી મુનિ થવું જ શ્રેષ્ઠ છે. તેમ કરતાં કરતાં વાસનાઓનો ત્યાગ કરી આત્મસ્વરૂપમાં શાંત થવા રૂપી તાત્ત્વિક મૌનને ગ્રહણ કરવું તે જ ઇચ્છનીય છે. માટે જ શ્લોકમાં ઉપદેશ્ય છે કે “નિરાશા
નિરીદા ” અર્થાત્ વાણી અને મનનું મૌન રાખી આશા, અપેક્ષા રહિત થવું અને સર્વ ઇચ્છાઓના ત્યાગી થવું.
જે કોઈ આશા, અપેક્ષા અને ઇચ્છાથી વિમુક્ત થાય છે તેને કોઈ પણ વસ્તુનો સંગ્રહ કરવાની વાસના હોતી નથી. કારણ કે તેનામાં અસુરક્ષાની ભાવના નથી માટે અત્રે અપરિગ્રહી થવાનો ઉપદેશ પણ અપાયો - છે. પોતાના પ્રારબ્ધ ઉપર વિશ્વાસ રાખી અચળ રહેવું કે “જે સમયે જે પૂર્વનિશ્ચિત છે, પ્રારબ્ધગત છે તે મળશે જ. માટે વ્યર્થ સંગ્રહખોરીમાં સમય બરબાદ ન કરવો અને આવી રીતે વાણી અને મનનું મૌન રાખી ફાજલ પડતો સમય તથા વસ્તુસંગ્રહની કુટેવથી બચી બચાવેલો સમય એકાંતમાં રહી, આત્મવિચારણા માટે વાપરવો, તેને જ યોગપ્રવેશની પૂર્વતૈયારીનું પ્રથમ પગથિયું કે દ્વાર કહેલું છે.
- (છંદ-શાર્દૂલવિક્રીડિત) एकान्तस्थितिरिन्द्रियोपरमणे हेतुर्दमश्चेतसः
संरोधे करणं शमेन विलयं यायादहवासना । तेनानन्दरसानुभूतिरचला ब्राह्मी सदा योगिनः ..
तस्माच्चित्तनिरोध एव सततं कार्यः प्रयत्नान्मुनेः ॥३६६॥