________________
૫૯૬
श्रुतेः मननं शतगुणम् विद्यात्
વેદાન્તશાસ્ત્રના શ્રવણ કરતાં
એનું મનન સો ગણું ઉત્તમ જાણવું
મનનાત્ ગપિ નિવિધ્યાસમ્ જ્ઞમુળમ્ = મનન'કરતાં પણ નિદિધ્યાસન
अनन्तं निर्विकल्पकम्
=
લાખ ગણું ઉત્તમ જાણવું = (અને)નિર્વિકલ્પ સમાધિ અનંત ગણી (ઉત્તમ જાણવી.)
સમાધિના વિવેચન દરમ્યાન તેનું શ્રેષ્ઠત્વ સમજાવવા માટે આત્મસાક્ષાત્કારના સાધનોની સરખામણીમાં અનુક્રમે અન્યોન્યથી ચઢતી કક્ષાના સાધનો દર્શાવવામાં આવ્યા છે. છતાં તત્ત્વાર્થે તો કોઈ પણ સાધનનું અવલંબન આત્મસિદ્ધિ માટે અંતે તો નિરર્થક થતું હોય છે. તેમ છતાં અમુક હદ સુધી અર્થાત્ અંતઃકરણની શુદ્ધિ સુધી તેવા સૌ સાધનો કામ આવે છે. તેમ છતાં આત્મજ્ઞાનને પંથે પ્રત્યેક મુમુક્ષુ પોતાનો અધિકાર જાણી સમજી અને યોગ્ય સાધનનો પોતાની કક્ષા મુજબ ઉપયોગ કરી શકે છે.
“શ્રુતેઃ શતશુળ વિદ્યાત્ મનનમ્ ।” “શ્રવણ કરતાં મનન સો ગણું ઉત્તમ છે.’’ તેથી સમજવું કે આત્મસ્વરૂપનું મનન મુમુક્ષુને શ્રવણની સરખામણીમાં સો ગણું ઉત્તમ ફળ આપે છે. તેનો અર્થ એવો નથી કે શ્રવણ નકામું છે. કા૨ણ કે જેણે શાસ્ત્રશ્રવણ જ ન કર્યું હોય તે મનનનો અધિકારી થઈ શકે નહીં. વેદાન્તશાસ્ત્રના શ્રવણ દ્વારા જ આત્માના સ્વરૂપ અને તટસ્થ લક્ષણોનો ખ્યાલ આવે છે અને આત્મજ્ઞાન સંદર્ભમાં વિચારોની શુદ્ધિ કે સ્પષ્ટતા થાય છે. આવી વિચારોની શુદ્ધિ વિના (WITHOUT CLARITY OF THOUGHT) મનન દ્વારા કરવામાં આવતું વિચારોનું સાતત્ય (CONSISTANCY OF THOUGHT) સંભવી શકે નહીં. આત્મસાક્ષાત્કાર માટે વિચારોની શુદ્ધિ અને સાતત્ય બન્ને આવશ્યક છે. તેથી શ્રવણ નિરર્થક છે એવું સમજવાની કોઈએ ભૂલ ન કરવી. આ તો એક જ સીડીના ઊંચે લઈ જતાં વિભિન્ન પગથિયાંરૂપે અત્રે શ્રવણ, મનન, નિદિધ્યાસન અને સમાધિ જેવા સાધનોનો ક્રમ જણાવવામાં આવ્યો છે. જો સીડીનું શ્રવણરૂપી પ્રથમ