________________
પ૯૦
परमा
નિર્ગુણ ધ્યાતાં રે, ગુણાતીત પોતે થયા. કિશોર વયની બાળા નિશદિન માત થવા તલસાય; ઢીંગલાઢીંગલી રમતાં કોડે, અંતે માત થાય; જેવી જેની બુદ્ધિ રે, તેવા નર તેહ થયા કીટ ભમરીનું ધ્યાન ધરે છે, જાત વિજાતીય એહ; ભયથી ધ્યાતાં ભમરી થાએ, કેમ ખાલી જશે ને? ધ્યાતાં ધ્યેય નિશે રે, જીવ તે તો શિવ થયા. | (છંદ-ઉપજાતિ) अतीवसूक्ष्म परमात्मतत्त्वम् ।
न स्थूलदृष्ट्या प्रतिपत्तुमर्हति । समाधिनाऽत्यन्तसुसूक्ष्मदृष्ट्या
ज्ञातव्यमारतिशुद्धबुद्धिभिः ॥३६१॥
= પરમાત્મારૂપ તત્ત્વ તીવ–સૂક્ષ્મદ્ = અતિશય સૂક્ષ્મ છે. स्थूलदृष्ट्या = તેથી સ્થૂળ દષ્ટિથી પ્રતિપતું ન ગતિ = તે સમજી શકાય તેવું નથી તિ-ગુદ્ધિમિ. = (એને તો) અતિશય શુદ્ધ બુદ્ધિવાળા માઃ
= (ઉત્તમ માણસોએ) આર્ય પુરુષોએ અત્યન્ત
= અત્યંત सुसूक्ष्मदृष्ट्या = સૂક્ષ્મ દષ્ટિ વડે समाधिना
= સમાધિ દ્વારા ज्ञातव्यम्
= જાણવું જોઈએ. પરમાત્મારૂપી તત્ત્વ અતિશય સૂક્ષ્મ છે. તેથી જ તે પ્રત્યક્ષ કે પરોક્ષ નથી અર્થાત્ ઇન્દ્રિય અને મનબુદ્ધિનો અવિષય છે. જ્યારે ઇન્દ્રિયાદિ તથા મનબુદ્ધિ આત્મા કરતાં સ્થળ છે માટે જ અત્રે જણાવ્યું છે કે સ્થૂળ દષ્ટિથી સૂક્ષ્મ પરમાત્મતત્ત્વ જાણી શકાય તેવું નથી.