________________
૫૮૪
મુol:
= છૂટી ગયેલા છે. (તેથી) अन्ये तु
- અન્ય તો પરોક્ષ–૨થામિધાયિનઃ - પરોક્ષજ્ઞાનની માત્ર વાતો જ કરનારા
= (સંસારબંધનથી મુક્ત) નથી. નિર્વિકલ્પ સમાધિનો અભ્યાસ કરનારાઓમાં જે કોઈ શ્રોત્ર આદિ તમામ બહારની ઇન્દ્રિયો તથા ચિત્ત અને અહંકારને પોતાના ચૈતન્ય આત્માની અંદર આરોપ જેમ સમાવિષ્ટ કરીને સમાધિમાં અવિચળ રીતે સ્થિત થયા હોય, તેવા અપરોક્ષજ્ઞાનીઓ જ સંસારપાશના બંધનથી મુક્ત થયેલા છે. તેથી અન્ય તો પરોક્ષજ્ઞાનની માત્ર વાતો જ કરનારા છે પરંતુ સંસારબંધનથી મુક્ત નથી.
જે કોઈ સમાધિમાં લાકડાં જેમ નિષ્ક્રિય કે જડવત બનવાને બદલે અગર સુષુપ્તિ જેવી અગ્રહણ સ્થિતિ પ્રાપ્ત કરવાને બદલે તથા તંદ્રા જેવી અર્ધજાગ્રત બેહોશીમાં (sEMIcONSCIOUS TRANCE) ડૂબવાને બદલે સતત જાગૃતિ જેવી જ્ઞાનમય અભેદ આત્માની પ્રત્યક્ષ કે પરોક્ષ નહીં, પરંતુ, અપરોક્ષ અનુભૂતિ કરે છે, તેને આત્માથી ભિન્ન કંઈ જ જણાતું નથી. એટલું જ નહીં, પરંતુ જ્ઞાનેન્દ્રિયોના તથા ચિત્ત અને અહંકારના તમામ વિકારોને આરોપ સમજી તે સૌને પોતાના અધિષ્ઠાનરૂપી આત્મામાં વિલીન કરી દે છે. માટે જ નથી તેમને ઇન્દ્રિયોની ભોગ માટેની દોડનો અનુભવ કે નથી અનુભવાતા ચિત્તના વિક્ષેપો. માટે જ તેવો અપરોક્ષજ્ઞાની પોતાના અભેદજ્ઞાનમાં સ્થિત થઈ બંધન-મુક્તિની જળોજથામાંથી છૂટી જાય છે. પરંતુ જે કોઈ પોતાના આત્માને સમાધિની અપરોક્ષ અનુભૂતિ દ્વારા નહીં, પણ માત્ર શાસ્ત્રના પરોક્ષજ્ઞાનની મદદથી જ જાણે છે, તેમનું જ્ઞાન પરોક્ષ હોય છે અર્થાત શાસ્ત્રજન્ય હોય છે. તેમના જ્ઞાનને સાધનરૂપી શાસ્ત્રનો સંગ હોય છે. તેથી તેવા પરોક્ષજ્ઞાનની વાતો કરનારા શાસ્ત્રરૂપી સાધનને સાધ્ય માની બેસે છે, એટલું જ નહીં, પરંતુ શાસ્ત્ર દ્વારા જન્મેલા જ્ઞાનને અપરોક્ષ આત્માનુભૂતિ સમજી બેસે છે. વાસ્તવમાં તો શાસ્ત્ર, આત્મજ્ઞાન માટેનું અમૂલ્ય સાધન છે, પરંતુ