________________
૫૮૩
निर्विकल्पः ब्रह्माकृत्या सुखे निवसति
= નિર્વિકલ્પ = બ્રહ્મસ્વરૂપથી = સુખપૂર્વક રહે છે.
- પૂર્વેના બે શ્લોકમાં નિર્વિકલ્પ સમાધિ દ્વારા હૃદયગ્રંથિ તથા “હું', ‘તું', ‘આ’ જેવી કલ્પનાઓની નિવૃત્તિ થાય છે તેવું નિર્વિવાદ સમજાવી હવે નિર્વિકલ્પ સમાધિના ફળનું દર્શન કરાવવામાં આવ્યું છે.
નિર્વિકલ્પ સમાધિનો પ્રયત્નપૂર્વક નિત્ય અભ્યાસ કરનારો યોગી ચિત્તની વિક્ષેપરહિત સ્થિતિ અને ઇન્દ્રિયનિગ્રહ, વિષયોથી તૃપ્તિ, તિતિક્ષા આદિને લીધે આ સર્વને આત્મસ્વરૂપ જ સમજે છે. તથા અવિદ્યાને કારણે ઉત્પન્ન થયેલા વિકલ્પોને સારી રીતે ભસ્મીભૂત કરીને બ્રહ્માકારવૃત્તિ દ્વારા અક્રિય થઈને સંકલ્પવિકલ્પ જેવા સંદેહથી મુક્ત થઈ સુખપૂર્વક જીવન વિતાવે
1.
(છંદ-ઉપજાતિ) समाहिता ये प्रविलाप्य बाह्यम्
શ્રોત્રાદિ વેતઃ સ્વમર્દ વિનાત્મનિ त एव मुक्ता भवपाशबन्धैर्नान्ये
तु पारोक्ष्यकथाभिधायिनः ॥३५७॥
बाह्यं श्रोत्रादि चेतः स्वं अहम् चिदात्मनि प्रविलाप्य समाहिताः
= બહારની શ્રોત્ર, ચક્ષુ વગેરે ઇન્દ્રિયોને, = ચિત્ત અને પોતાના અહંકારને = ચેતન આત્માની અંદર = સમાવી દઈને - સમાધિમાં સ્થિત હોય - તે (અપરોક્ષજ્ઞાની) જ = સંસારપાશરૂપી બન્ધનથી
ते एव
भवपाशबन्धैः