________________
पुनः संसरणस्य बीजं किं स्यात्
=
=
=
૫૬૯
ફરીથી
સંસારપ્રાપ્તિનું
કારણ શું હોય? (કંઈ ન હોય.)
યથાર્થ-પારમાર્થિક જ્ઞાન
પ્રસ્તુત શ્લોકમાં પરબ્રહ્મનો ‘પર્’ તરીકે ઉલ્લેખ થયો છે અને જીવાત્માને ‘ગવર્’ શબ્દથી ઓળખાવ્યો છે. છતાં સમજાવ્યું છે કે વિવેકરૂપી જ્ઞાનાગ્નિમાં બ્રહ્મ અને જીવાત્માનો ભેદ કે જૂદાઈ ભસ્મ થાય છે. ૫૨ અને અવર અર્થાત્ જીવ અને બ્રહ્મ બંને એક, અદ્વિતીય અને અભેદ છે તેવું જણાય છે. આમ, વિવેકજ્ઞાનની ઝળહળતી જવાળાઓ જીવ અને બ્રહ્મનો ભેદ ભસ્મ કરે છે. એટલું જ નહીં, પરંતુ સાથે સાથે અવિદ્યારૂપી ગહન વનને પણ સંપૂર્ણ રીતે ભસ્મીભૂત કરે છે. માટે જ આવા વિવેકજ્ઞાનને સંપન્ન અદ્વૈતભાવવાળો જ્ઞાની, કઈ રીતે ફરીથી સંસારી બનાવનારી સંસારના બીજ કે કારણ જેવી અવિદ્યાને આધીન થાય?
તાત્પર્યમાં, આત્મજ્ઞાન એ અગ્નિ છે. જે કોઈ પોતાના હૃદયમાં આત્મજ્ઞાનની જવાળાઓ પ્રગટાવી શકે છે તેને અંતઃકરણમાં જ માયા, અવિદ્યા, આવરણશક્તિ કે વિક્ષેપશક્તિનું સ્મશાન જણાય છે. તેથી ન તેને પુનઃ ગર્ભમાં કેદી બનવું પડે કે સ્મશાનમાં શયન કરવું પડે. કારણ કે સંસારના કારણ જેવી અવિદ્યા કે આવરણ-વિક્ષેપશક્તિના ગહન વનને જ્ઞાનાગ્નિ નામશેષ કરી, ચપટી ભસ્મ બનાવી દે છે અને તેવી ભસ્મ દ્વારા જ જ્ઞાની ભસ્માંકિત થઈ જગતમાં વિહાર કરે છે. માટે જગતમાં જીવે છે પણ જગતને જોતો નથી. સંસારમાં ભ્રમણ કરે છે પણ સંસારને સ્વપ્ન માને છે. બધું જ ભોગવે છે પણ ભોગ્યપદાર્થોને કે ભોક્તાને સ્પર્શ કરતો નથી કારણ કે જ્ઞાનાગ્નિમાં તપ્ત થઈને પતિતપાવન થયેલો તે પોતાને જીવથી, જગતથી, અવિદ્યાથી, ઉપાધિથી તથા અહં-મમભાવથી અસંગ માને છે. માટે તમામ બંધનોથી નિર્યુક્ત થયેલો સર્વ કાંઈ કરતો હોવા છતાં, કંઈ જ કરતો નથી અને અજ્ઞાનીઓની અવિદ્યામાં થતી પ્રવૃત્તિમાં પોતે નિશ્ચિંત થઈ જ્ઞાનાગ્નિની પથા૨ી પાથરી તેમાં ઊંઘ્યા