________________
૫૭૦
કરે છે અને જ્યારે પોતાના “સત્ય જ્ઞાનમનન્ત ત્રિા જેવા બ્રહ્મભાવમાં તે જાગે છે ત્યારે ભૂતમાત્રને બ્રહ્મભાવરૂપી જાગૃતિમાં નિષ્ક્રિય કે ઊંઘતા તે જાણે છે. આ જ છે આત્મજ્ઞાનની ચમત્કૃતિ; આ જ છે વૈભવ વિવેકજ્ઞાન સંપન્ન જ્ઞાનીનો. માટે ચાલો, આપણે સૌ સગુરુના શરણે જઈ, મા શ્રુતિના ચરણોમાં આશ્રય લઈ, જગતનિયંતાને નમન કરી, તેની કૃપાના કૃપાપાત્ર થઈ, હૃદયમાં જ્ઞાનાગ્નિ પ્રગટાવવા પ્રયાણ કરીએ. તે સિવાય મુક્તિનો અન્ય કોઈ ઉપાય નથી. “ના: પ્રથા વિદ્યારે મનાય !”
| (છંદ-ગીતિ) आवरणस्य निवृत्तिर्भवति च सम्यक्पदार्थदर्शनतः ।
मिथ्याज्ञानविनाशस्तद्वद्विक्षेपजनितदुःखनिवृत्तिः ॥३४८॥ સપાર્થદર્શનઃ = (આત્મારૂપી) સમ્યફ પદાર્થના દર્શનથી आवरणस्य
= અવિદ્યાના આવરણની निवृत्तिः
= નિવૃત્તિ भवति
= થઈ જાય છે. તત્વ-મિથ્યાજ્ઞાનવિનાશ = તે જ પ્રમાણે મિથ્યાજ્ઞાનનો વિનાશ થાય છે. વ વિપતિ- - = અને વિક્ષેપશક્તિથી ઉપજતાં दुःखनिवृत्तिः = દુઃખોની નિવૃત્તિ પણ થાય છે.
સાવરપચ નિવૃત્તિઃ મવતિ” આવરણની નિવૃત્તિ થાય છે તેવો ઉપદેશ પૂર્વેના શ્લોકના અનુસંધાનમાં જણાય છે. પૂર્વે સમજાવ્યું કે જીવ-બ્રહ્મ ઐક્યના જ્ઞાનથી અવિદ્યારૂપી વન બળી જાય છે. તેથી અત્રે સમજાવે છે કે સમ્યફ આત્મતત્ત્વરૂપી જે પદાર્થ કે વસ્તુ છે, તેના દર્શનથી અર્થાત્ જ્ઞાનથી અવિદ્યારૂપી આવરણની નિવૃત્તિ થાય છે. તત્ત્વજ્ઞાનમાં “દર્શન” શબ્દ જાણવું' તેવા અર્થમાં વપરાય છે. જેમ ‘પ્રસાદ અર્થાત્ કોઈ ખાદ્યવસ્તુ નહીં પણ ચિત્તશુદ્ધિરૂપી પ્રસાદ, તેમ દર્શન અર્થાત જાણવું, જ્ઞાન, એવો સંદર્ભ છે.