________________
૫૬૮
કે દફ વસ્તુ તરીકે જગજાહેર થયેલ આત્મા, નાશવાન જગત હોઈ શકે નહીં. કારણ કે જગતનો બાધ કે અભાવ છે તેથી જગત અનિત્ય છે, અસત છે ત્યારે આત્માનો અભાવ શક્ય નથી. તેથી આત્મા ત્રણે કાળે, ત્રણે અવસ્થામાં સર્વનો સાક્ષી છે. તેથી તે સાક્ષ્મ જગત બની શકે નહીં. આવું સત્ય જેને ખબર હોય તે પોતે આત્મસ્વરૂપ થયેલાને જો ભ્રાંત જગત, અનિત્ય જગત, મિથ્યા જગત, જો દશ્ય નથી, તો જગત કે સંસારનું બંધન ક્યાંથી દશ્ય હોય? આવી વિવેકવિચારણા દ્વારા માયાએ રચેલા મોહબંધનથી છૂટેલો મુક્ત પુરુષ ફરીથી સંસારબંધનમાં અર્થાત્ જન્મ-મૃત્યુના ચક્રમાં નશ્વર પદાર્થોની આસક્તિમાં પુનઃ પ્રવેશ કરતો નથી. માટે મુમુક્ષુએ સાધનચતુષ્ટય સંપત્તિમાં જેનું સ્થાન પ્રથમ કે મોખરે છે તેને જીવનરથનું સુકાન સોંપી અર્થાત્ વિવેકને જીવનયાત્રાના સારથિ બનાવી મોક્ષમાર્ગે પ્રસ્થાન કરવું જોઈએ. તેવો વિવેકી સારથિ હંમેશા તેવા મુમુક્ષુને પરમાત્મપ્રાપ્તિ તરફ જ લઈ જાય. કદાપિ ભ્રાંતિમાં પણ વિવેકી સારથિ પદાર્થોના આલિંગન માટે મુમુક્ષુને ઘસડી જાય નહીં. માટે ચેતતા રહેજો! અહંકાર તમારા જીવનરથનું સુકાન ઝૂંટવી ન લે અગર અવિવેક તમારા જીવનરથનો માલિક ન બની જાય.
| (છંદ-ઉપજાતિ) परावरैकत्वविवेकवह्निः
दहत्यविद्यागहनं ह्यशेषम् । किं स्यात्पुनः संसरणस्य
बीजमद्वैतभावं समुपेयुषोऽस्य ॥३४७॥ પરત્વ વિવેવઃિ = પરબ્રહ્મ અને અવર-જીવાત્માના એકત્વનો
વિવેક, અગ્નિની જેમ વિદ્યાદિનમ્ = અવિદ્યારૂપી ગહન વનને દિ મોષમ્ રતિ સંપૂર્ણ રીતે બાળી નાંખે છે. अद्वैतभावम् = (તો પછી) દ્વૈતભાવને સમુપયુષ: ચ = પામેલા આ (જ્ઞાની)ને