________________
૪૧
પડશે. વર્તમાનમાં થતાં કર્મોનું ફળ ભવિષ્યમાં જ મળતું હોય છે. ભલે બહુ થોડા જ સમય પછી મળતું હોય, છતાં એ વાત નિશ્ચિત છે કે કર્મનું ફળ કર્મ પૂરું થયા પછી ભવિષ્યમાં જ મળતું હોય છે. કર્મ દ્વારા આત્મા મળે છે એમ માનતા આત્મા ભવિષ્યમાં મળનારી વસ્તુ થઈ જાય છે. જે ભવિષ્યમાં પ્રાપ્ત થવાનું હોય તેનો અત્યારે જ અભાવ હોવો જોઈએ માટે આત્માનો અત્યારે અભાવ સિદ્ધ થાય. પરંતુ આમ માનવું શાસ્ત્રસંમત નથી. આત્મા સત છે, તેનો કોઈ કાળે અભાવ હોઈ શકે નહીં. “નામાવો વિદ્યતે સતઃ I” (ભ. ગીતા-૨/૧૬) “સતનો કોઈ કાળે અભાવ હોતો નથી.” આવું શ્રીકૃષ્ણ ભગવાનનું વાક્ય છે. કર્મ કરનારને આત્મા અપ્રાપ્ત નથી માટે કર્મ દ્વારા પ્રાપ્ત થઈ શકે નહીં. આત્મા સૌને પ્રાપ્ત જ છે. પ્રાપ્ત હોવા છતાં અજ્ઞાનને લીધે તે જણાતો નથી. અજ્ઞાન દૂર થતાં, જાણે કે પ્રાપ્ત થયો હોય એવું લાગે છે પરંતુ ખરેખર તો એ સદા પ્રાપ્ત જ છે. વાસ્તવમાં આત્મા મેળવવાની વસ્તુ નથી. આત્મા પ્રાપ્ત જ છે. માત્ર આપણે જાણવાનું છે કે હું આત્મસ્વરૂપ છું.” અજ્ઞાનનો નાશ કરનારું જ્ઞાન, કર્મથી પ્રાપ્ત થઈ શકે તેમ નથી કારણ કે કર્મ અજ્ઞાનનું વિરોધી નથી. જેમ અંધકારનો નાશ માત્ર તેનો વિરોધી પ્રકાશ દ્વારા જ થઈ શકે તેમ અજ્ઞાનનો નાશ પણ જીવ-બ્રહ્મના ઐક્યજ્ઞાન દ્વારા જ શક્ય છે.
(છંદ-ઉપજાતિ) अतो विमुक्त्यै प्रयतेत विद्वान् - સંન્યસ્તવીહ્યાર્થસુવિધૃદઃ સન્ | सन्तं महान्तं समुपेत्य देशिकं
तेनोपदिष्टार्थसमाहितात्मा ।।८।। મતઃ = એટલા માટે સંન્યસ્ત સન્ત્યાગીને વિદ્વાન્ = વિદ્વાને મહાન્તમ્ = મહાન વાહ્ય-મર્થન = બાહ્ય વિષયના સન્તમ્ = સંત સુવ–પૃદઃ = સુખની
શિવમ્ = ગુરુ ઇચ્છાઓ સમુપત્ય = સામે ઉપસ્થિત થઈને