________________
૪૦
છોડીને કેમ જવું છે? શું આ ધન વ્યર્થ છે? જો ધન નિરર્થક જ હોય, માટીના ઢેફાંતુલ્ય જ હોય, તો જે નકામું છે, નિરર્થક છે તે મને કેમ આપવા ઇચ્છો છો? આપ મને સ્પષ્ટ કહો કે ધન સાર્થક છે કે નિરર્થક? જો સાર્થક હોય તો મારી સાથે રહીને ભોગવો અને નિરર્થક હોય તો, જે કંઈક આપને ધન-વૈભવથી શ્રેષ્ઠ લાધ્યું છે, જે આપની દષ્ટિમાં સાર્થક છે તેમાં મને ભાગ આપો.” તાત્પર્યમાં આ સંવાદમાં મૈત્રેયી આત્મસાક્ષાત્કારની અંતિમ વાત પૂછે છે, “હે ભગવન્! ધારો કે મને સંપૂર્ણ ધન-ધાન્યથી ભરેલી, આખી પૃથ્વી મળી જાય, તો શું તે ધન પ્રાપ્ત કરીને હું અમર બની શકું?” ઋષિ યાજ્ઞવક્ય ગમે તેમ સમજાવીને નાસી જાય તેવા ન હતા, તેમણે મૈત્રેયીને સત્ય કહ્યું, “અમૃતત્વી તુ નાSSશસ્તિ વિોનેતિ ” “હે મૈત્રેયી ! ધનથી અમરતાની આશા ન રાખી શકાય.” ઉપનિષદની આ પ્રાસંગિક ચર્ચાથી આપણે સમજવાનું કે ધન દ્વારા વૈભવ મેળવી શકાય, વૈરાગ્ય મળી શકે નહીં, ધનથી વિટામિનની ગોળીઓ ખરીદી શકાય, શક્તિ નહીં; બંદૂક ખરીદી શકાય, હિંમત નહીં. શાસ્ત્રીય ગ્રંથોથી થોથપોથાંનો ભંડોળ ભેગો કરી શકાય રતિભર જ્ઞાનનો સંચય થઈ શકે નહીં. ટૂંકમાં ધનથી શારીરિક સુખાકારી મળે પરંતુ ન તો શરીરનું આયુષ્ય લંબાવી શકાય કે ન તો શરીરની અમરતાનો સંસ્પર્શ થઈ શકે. પુણ્યકર્મો કરવા માટે પણ ધનનો મોહ રાખવો યોગ્ય નથી. કારણ કે પુણ્યકર્મો કરવા ધન જોઈએ અને ધન પ્રાપ્ત કરવા જો પાપ કરવું પડે તો આ કેવું વિચિત્ર વિષચક્ર છે? માટે જ શાસ્ત્રોએ મુમુક્ષુઓને લાલબત્તી ધરી છે કે પુણ્યકર્મ કરવા જો ધનની આવશ્યકતા હોય અને તેવા ધન માટે જો અનૈતિક વ્યવહાર કે પાપાચરણમાં પડવું પડે તો તેવી અનાચાર વૃત્તિથી ચેતતા રહેજો. આમ, પાપકર્મને પુણ્યનો રંગ લગાડી સ્વર્ગમાં જવાનો પ્રયત્ન કરીશું તો કદાચ સ્વર્ગના ભોગ પણ કારાવાસ જેવા અસહ્ય લાગશે. નિષ્કર્ષમાં સમજવાનું કે મોક્ષ કે મુક્તિ માટે ધન કે તેથી થતાં પુણ્યકર્મોની આવશ્યકતા નથી.
કોઈ પણ કર્મ એ મુક્તિનું સાધન બની શકતું નથી. કારણ કે મુક્તિ મનુષ્યના પ્રયત્નથી પેદા થઈ શકતી નથી. જો “આત્મા કર્મ દ્વારા પ્રાપ્ત થાય છે. એમ માનીશું તો આત્મા ભવિષ્યમાં પ્રાપ્ત થશે એવું સ્વીકારવું