________________
૩૯
જીવ-બ્રહ્મનું ઐક્ય, આ સર્વ શબ્દોનું તાત્પર્ય એક જ છે. શ્લોકમાં બીજી મહત્ત્વની વાત કહી કે કર્મ મુક્તિનું કા૨ણ બની શકે નહીં અર્થાત્ કોઈ પણ જાતના કર્મથી મુક્તિ કે મોક્ષ થઈ શકે નહીં. મોટા ભાગના લોકો એવી ભ્રાંતિમાં હોય છે કે અમે સારામાં સારું પુણ્યકર્મ કરીશું તો અમને મોક્ષ મળશે. તેમની આ ભ્રાંતિને નિર્મૂળ ક૨વા શંકરાચાર્યજી જણાવે છે કે કર્મથી મોક્ષ કદાપિ મળી શકે તેમ નથી. આ કથનથી કોઈને પ્રશ્ન થાય કે,“ આવું કહેવામાં આવશે તો સા૨ાં કર્મો ક૨શે કોણ ? લોકો શુભ કર્મો કરતાં જ અટકી જશે.'' આ પ્રકરણગ્રંથ મોક્ષનો સંદેશ આપે છે અને ધર્મ, અર્થ તથા કામથી ઉપ૨ામતાની દૃષ્ટિ કેળવવાની સલાહ આપે છે. માટે જ શંકરાચાર્યજી શ્રુતિનો આશ્રય કરીને કહે છે કે, ‘કર્મનું મોક્ષમાં હેતુપણું કે કા૨ણપણું નથી.''
'अमृतत्वस्य तु नाऽऽशास्ति वित्तेनेति । '
(બૃહદારણ્યકોપનિષદ, ૪-૫-૩)
ધનથી અમર થવાની આશા ન રાખી શકાય.''
આ સૂત્રાત્મક મંત્ર બૃહદારણ્યક ઉપનિષદના ઋષિ યાજ્ઞવલ્ક્ય, પોતાની પત્ની મૈત્રેયીને સંબોધીને કહ્યો છે. જેનું અવતરણ પ્રસ્તુત શ્લોકમાં જોવા મળે છે. યાજ્ઞવલ્ક્ય અને મૈત્રેયીના સંવાદ દ્વારા, આ ઉપનિષદમાં શાસ્ત્રોના રહસ્યોને, ગૂઢ તત્ત્વને ખૂબ સરળતાથી ચર્ચવામાં આવ્યા છે. યાજ્ઞવલ્ક્યને બે પત્ની હતી, મૈત્રેયી અને કાત્યાયની. ધર્મ, અર્થ અને કામથી જેનું મન ઉપરામ થઈ ગયું છે એવા ઋષિ યાજ્ઞવલ્ક્ય, કોઈ આવેગથી નહીં પણ બૌદ્ધિક સમાધાનથી સંન્યાસ ગ્રહણ કરવાનો નિશ્ચય કર્યો. પત્નીની સંમતિ લઈને સંન્યાસ ગ્રહણ ક૨વાની પ્રણાલિકા છે, એમ વિચારી તેમણે સંન્યાસ લેતા પૂર્વે પોતાની પત્નીઓની રજા માગી. “તમે મને રજા આપો તો હવે મારે અંતિમ આશ્રમમાં પ્રયાણ કરવું છે, તમે બંને આ સંપત્તિના સરખા ભાગ કરી લો.’’ કાત્યાયની સામાન્ય બુદ્ધિવાળી પત્ની હતી; તે ભૌતિક સંપત્તિથી સંતોષ પામી. પરંતુ મૈત્રેયી ભૌતિક પદાર્થોમાં આસક્ત ન હતી, તેને તો ધર્મ, અર્થ અને કામથી ઉ૫૨ામ થઈ, તેથી ઉત્કૃષ્ટ પરમ પુરુષાર્થ કે મોક્ષની જ કામના સતાવતી હતી તેથી તેણે ઋષિને કહ્યું, ‘“તમારે આ ધન, વૈભવ વગે૨ે