________________
વાસનાઓ ઉદય પામતી જણાય છે. તેથી તેવી પૂર્વ વાસનાના બળે તેઓ પણ કોઈ કોઈવા૨ પંડિત કે વિદ્વાન હોવા છતાં મહાબળવાન અહંકારનો શિકાર બને છે. તેથી સમજાય છે કે અવ્યક્ત, સુષુપ્ત અને નિષ્ક્રિય દેખાતા અહંકારનો વિનાશ કરવો સરળ કે સહજ નથી.
આમ વિદ્વાન, સિદ્ધ કે સમાધિસંપન્ન લોકોની સ્થિતિ જોઈ મુમુક્ષુઓએ સાવધાનીપૂર્વક વિચાર કરવો કે બ્રહ્મભાવના દ્વારા બ્રહ્મભાવમાં અતૂટ નિષ્ઠા સાથે એવી રીતે સ્થિત થવું જોઈએ કે તેવી સ્થિતિમાં અહંકારની કલ્પના પણ ઉદય ન પામે અને ‘હું કર્તા છું, ભોક્તા છું, શરીરાદિ છું', એવા વિચારની ગંધ પણ ન બચે. તાત્પર્યમાં, અહંકારાદિની આત્યંતિક નિવૃત્તિ ન થાય કે તમામ અનાવૃત્તિઓનું વિસ્મરણ ન થાય ત્યાં સુધી સમજવું કે સાચી સમાધિ સંપન્ન થઈ નથી.
(છંદ–અનુષ્ટુપ)
अहंबुद्ध्यैव मोहिन्या योजयित्वाऽऽवृतेर्बलात् । विक्षेपशक्तिः पुरुषं विक्षेपयति तद्गुणैः ॥३४४॥
विक्षेपशक्तिः વિક્ષેપશક્તિ
મોહ પમાડનારી
मोहिन्या આવૃત્તે: વાત્ = આવરણશક્તિના બળથી
અહંકારબુદ્ધિ સાથે (પુરુષને)
अहं बुद्ध्या योजयित्वा
જોડી દઈને
तद्गुणैः
पुरुषम् विक्षेपयति
=
૫૬૨
=
=
-
=
તેના (વિક્ષેપશક્તિના) ગુણોથી
= પુરુષને
= વિક્ષિપ્ત કરે છે.
વિક્ષેપશક્તિનું વિઘ્ન
જેમ કોઈ પ્રધાનનો પુત્ર પોતે નિર્બળ હોવા છતાં પિતાની સત્તા,