________________
પ૧
ચિત્તને સ્થિર કરી બુદ્ધિની કે શુદ્ધ ચિત્તની આંતરગુહામાં આત્મદર્શન કરવું જોઈએ. તે જ આત્માનું સુદર્શન પ્રત્યેક નામ અને આકારમાં પણ અંતર્યામી કે પ્રત્યગાત્મા તરીકે કરવું. તેથી સર્વાત્મદર્શનમાં નહીં બચે ચિત્તની ઉપાધિ કે નહીં રહે પિંડની વ્યાધિ કે ઈશ્વરની માયા રૂપી મહાપાધિ. આને જ સર્વાત્મદર્શનરૂપી શ્રુતિસંમત સમાધિ કહેવામાં આવે છે. માટે જ શ્રુતિએ તેવી તાત્ત્વિક સમાધિ ઉપદેશેલી છે. જેનો ઉલ્લેખ આચાર્યશ્રીએ અત્રે કર્યો છે.
| (છંદ-ઉપજાતિ) आरूढशक्तेरहमो विनाशः
कर्तुं न शक्यः सहसापि पण्डितैः । ये निर्विकल्पाख्यसमाधिनिश्चला
स्तानन्तरानन्तभवा हि वासनाः ॥३४३॥ निर्विकल्पाख्य- = (જેઓ) નિર્વિકલ્પ નામની समाधिनिश्चलाः = સમાધિમાં નિશ્ચલ બન્યા છે तानंतरा
= તેમના સિવાય पण्डितैः अपि = (જેમણે શ્રવણ માત્ર કર્યું છે તેવા) પંડિતો વડે आरूढशक्तेः = શક્તિશાળી બનેલા મમ:
= અહંકારનો विनाशः कर्तुम् = વિનાશ કરવો सहसा
= એકદમ ન શવઃ
= શક્ય નથી. દિ અનન્તમવા વાસના = (કારણ કે) વાસનાઓ અનન્ત જન્મોની છે.
પૂર્વેના શ્લોકમાં બહુશ્રુત જ્ઞાની માટે શ્રુતિસંમત સમાધિનો ઉલ્લેખ કર્યા બાદ હવે નિર્દેશ કરવામાં આવ્યો છે કે જેઓ શાસ્ત્રોનું શ્રવણ કે અધ્યયન માત્ર કરીને પંડિત બન્યા છે તેમને પણ કોઈ કોઈવાર પૂર્વના અનંત જન્મોની