________________
પ૬૦
ભારતવર્ષની અલૌકિક અને ગેબી આધ્યાત્મિક કે વૈદિક પરંપરામાં વિદ્વાન કે તત્ત્વજ્ઞાનીની સ્તુતિ માટે કે પરખ માટે, તે વિશાળ વાચનવાળો (WELL-READ) છે તેવું કહેવામાં નથી આવતું પરંતુ તેને બહુશ્રુત'ની ઉપાધિથી અલંકૃત કરવામાં આવે છે. કારણ કે આત્મા અવર્ણનીય હોવાથી તેમજ અતીન્દ્રિય અને મન-બુદ્ધિથી અગમ્ય હોવાથી, ન વર્ણવી શકાય, ન વાંચી શકાય, ન આપોઆપ જાણી શકાય. આમ હોવાથી, જે આત્મતત્ત્વ નથી પ્રત્યક્ષ કે પરોક્ષ, તેને જાણવા કે તેનો સાક્ષાત્કાર કરવા શ્રુતિના શબ્દોને પ્રમાણ માનવામાં આવે છે. અર્થાત્ સદ્ગુરુ દ્વારા ઉપદેશાયેલા શ્રુતિજન્ય મહાવાક્યોના ઉપદેશનું શબ્દ દ્વારા જો શ્રવણ કરવામાં આવે તો સાક્ષાત્કાર થઈ શકે તેમ છે. ટૂંકમાં, આત્મતત્ત્વ જાણવા ગુરુમુખે તેનો નિર્દેશ સાંભળવો અનિવાર્ય છે અને તેવા ઉપદેશથી જ શિષ્ય, અજ્ઞાનનું આવરણ દૂર કરી શકે છે. અનાવરણસંયુક્ત સદ્ગુરુનો સ્વાનુભવ શ્રવણ કરી જ્ઞાન માટે પ્રેરણા પણ પ્રાપ્ત કરી શકે છે. આમ, આત્માને જાણવા શ્રુતિના વાક્યો, યુક્તિથી થતું અનુમાન અને સંતની અનુભૂતિથી મળતું શંકાનું સમાધાન એ ત્રણેય અનિવાર્ય છે. માટે જ શ્રવણનું આત્મસાક્ષાત્કાર માટે મહત્ત્વ છે. તેથી જ અત્રે જણાવ્યું છે કે ભિક્ષુ કે સંન્યાસીએ સર્વાત્મદર્શન માટે શ્રવણરૂપી કર્તવ્યકર્મ કરેલું હોય છે. “મિલોઃ વૃતવણવર્માઃ સર્વાસિદ્ધયે” “સંન્યાસી કે ભિક્ષુએ સર્વાત્મદર્શન માટે શ્રુતિના વાક્યોનું શ્રવણરૂપી કર્તવ્યકર્મ કરેલું હોય છે. માટે જ તેવા સંન્યાસીને બૃહદારણ્યક શ્રુતિ ઉપદેશ છે કે, "शान्तो दान्त उपरतस्तितिक्षुः समाहितो भूत्वाऽऽत्मन्येवात्मानं પતિ ”(બૃહદારણ્યકોપનિષદ-૪-૪-૨૩) સર્વાત્મદર્શનની ઇચ્છાવાળાએ ચિત્તની વૃત્તિઓને શાન્ત કરવા રૂપી “શમ” કેળવવો. ત્યારબાદ ઈન્દ્રિયોને વિષયોથી પાછી બોલાવવારૂપી ઇન્દ્રિયનિગ્રહ કરવો. જિતેન્દ્રિય થવું અર્થાત્ દમ” પ્રાપ્ત કરવો. ત્યારબાદ જો ચિત્તની વૃત્તિઓ વિક્ષેપમુક્ત બની હોય, શાન્ત થઈ હોય, તો તેવા ચિત્ત વડે કોઈ પણ જાતની પ્રતિક્રિયા કે ઉદ્વેગ કર્યા વિના સર્વ કાંઈ સહન કરવારૂપી તિતિક્ષા કેળવવી. ત્યારબાદ ધર્મ, અર્થ અને કામ જેવા પુરુષાર્થોથી ઉપરામ થવું અને માત્ર મોક્ષની પ્રાપ્તિ માટે