________________
પપ૯
નિત્ય પોતાના આત્મસ્વરૂપનો જ વિચાર કરવો જોઈએ. આત્મા સર્વવ્યાપ્ત તથા સર્વરૂપ હોઈ, સર્વત્ર આત્મદર્શન કરતાં કરતાં, તે આત્મસ્વરૂપમાં દેશ્ય પદાર્થોનો અભાવ જાણી, દશ્યપ્રપંચનું મિથ્યાત્વ સમજવું જોઈએ. તાત્પર્યમાં, અનાત્મવસ્તુના કે દશ્યપ્રપંચના અગ્રહણમાં જ મુક્તિ છે અને તેના ગ્રહણથી જ બંધન છે. માટે મુમુક્ષુએ જે આત્મતત્ત્વ સૌને સર્વ રીતે ગ્રાહ્ય જ છે કે પ્રાપ્ત જ છે તેવી પ્રાપ્તસ્ય પ્રાપ્તિ કે ગ્રાહ્યનું ગહન જ્ઞાન પ્રાપ્ત કરી તેના ચિંતનમાં જ રત રહેવું જોઈએ. તેવા પ્રયત્નમાં, જેમ પાકેલું ફળ વૃક્ષથી આપોઆપ ખરી પડે છે, તેમ દશ્યપ્રપંચ પોતાની મેળે અધિષ્ઠાનમાં લય પામી સરી જશે. બાકી કંઈ દેખાતા દેશ્ય પદાર્થોનો નથી તો નાશ કરવાનો કે ન તો તેનો ત્યાગ શક્ય છે, પરંતુ આત્મજ્ઞાનમાં તેમનું મિથ્યાત્વ, અનિત્યત્વ કે આરોપ સમજી, અધિષ્ઠાનરૂપી આત્મામાં તેમનો બાધ કરવો જ શક્ય છે. આવો બાધે જ તત્ત્વાર્થે દશ્યપ્રપંચનું અગ્રહણ કહેવાય છે.
| (છંદ-અનુષ્ટ્રપ) सार्वात्म्यसिद्धये भिक्षोः कृतश्रवणकर्मणः ।
समाधिं विदधात्येषा शान्तोदान्त इति श्रुतिः ॥३४२॥ કૃતવર્મણઃ = જેણે શ્રુતિવાક્યોનું શ્રવણ કર્યું હોય મિલોઃ = (એવા) સંન્યાસીને સાભ્યાસિદ્ધયે = સર્વાત્મભાવની પ્રાપ્તિ માટે શાન્તાન્ત’ રૂતિ = “શાન્તો ડાન્ત’ શમ, દમ (અને ઉપરતિવાળા થઈ) ષા શુતિઃ = આ શ્રુતિ સમર્પેિ વિધતિ = સમાધિનું વિધાન કરે છે.
જે બહુશ્રુત ભિક્ષુ કે સંન્યાસી હોય તેણે સર્વમાં આત્મદર્શન કરવા માટે જ શ્રવણરૂપી કર્મ કર્યું હોય છે. તેવા બહુશ્રુતને જ શ્રુતિ, સમાધિનો ઉપદેશ આપતા જણાવે છે કે શાન્તો રાન્ત અર્થાત્ શમ અને દમયુક્ત સાધનચતુષ્ટય સંપન્ન થવું જોઈએ.