________________
૫૫૮
तत्त्वज्ञैः
= તત્ત્વજ્ઞાનીઓએ यत्नतः
= યત્નપૂર્વક સંન્યસ્તાવિતધર્મર્મવિષઃ = દરેક ધર્મ, કર્મ અને વિષયોનો ત્યાગ કરી नित्य-आत्मनिष्ठापरैः = સદા આત્મનિષ્ઠા વડે आत्मनि
= આત્મામાં करणीयम्
= (વિષયોનું અગ્રહણ) કરવું જોઈએ. સંસારદર્શન બંધનનું કારણ છે તથા સર્વત્ર આત્મદર્શન મુક્તિનું સાધન છે, તેવું જણાવ્યા બાદ હવે આચાર્યશ્રી આત્મદર્શનની ઇચ્છાવાળા મનુષ્યને, બાહ્ય જગતના પદાર્થોમાંથી આસક્તિ દૂર કરી વિષયપ્રાપ્તિ માટેના તમામ પ્રયત્નો કે કર્મોનો ત્યાગ કરવાનો સંદેશ આપે છે.
જે મનુષ્ય દેહને જ “હું એવું માને છે તથા દેહની પુષ્ટિથી પોતે પુષ્ટ થાય છે અને દેહના ક્ષીણ થવાથી પોતે ક્ષીણ થાય છે તેવું સમજે છે તે મનુષ્ય, બાહ્ય જગતના દેશ્ય પદાર્થો કે વિષયોમાં આસક્ત મનવાળો હોય છે. આવો વિષયાસક્ત મનુષ્ય સ્વયંને પ્રિય હોય તેવા પદાર્થોની પ્રાપ્તિ માટે તથા પોતાને અપ્રિય પદાર્થોના ત્યાગ માટે સતત પ્રયત્નશીલ રહે છે. આમ, જે પોતાને દેહ માની જગતને સત્ય સમજી જગતના વિષયોની પકડછોડમાં વ્યસ્ત છે તેવો મનુષ્ય જગતને મિથ્યા કે અસત કદી સમજી શકે નહીં. કારણ કે દશ્ય પદાર્થોમાં જો સત્યબુદ્ધિ હોય તો જ તેની પ્રાપ્તિ કે ત્યાગની પ્રવૃત્તિ સંભવ છે. જ્યાં સુધી જગત સત્ય ભાસે છે ત્યાં સુધી મિથ્યા પદાર્થો કે વિષયોમાંથી મન નિવૃત્ત થઈ ઉપરતિને પ્રાપ્ત થતું નથી. તેમજ જ્યાં સુધી વિષયોમાંથી મન પરામુખ થતું નથી ત્યાં સુધી સત્ય,નિત્ય અને મિથ્યા જગતના અધિષ્ઠાન સ્વરૂપ આત્મતત્ત્વનું દર્શન અસંભવ છે. તેથી જ અત્રે આચાર્યશ્રી આત્મતત્ત્વને જાણવાની ઇચ્છાવાળા તેમજ પરમાનંદની પ્રાપ્તિની ખેવનાવાળા જિજ્ઞાસુને વિષયોના ગ્રહણ કે ત્યાગ જેવી પ્રવૃત્તિનો ત્યાગ કરવાનું જણાવે છે. ધર્મ, અર્થ અને કામ જેવા પુરુષાર્થ જન્મ મૃત્યુના ચક્રનું કારણ હોવાથી, તે સર્વ પુરુષાર્થનો ત્યાગ કરી, આત્મદર્શનના અભિલાષી મુમુક્ષુએ