________________
૫૬૩
સામર્થ્ય અને બળના ઉપયોગ દ્વારા અન્યને હેરાન કરી શકે કે સતાવી શકે. એ જ પ્રમાણે માયાના ૨જસ ગુણમાંથી ઉત્પન્ન થયેલી વિક્ષેપ નામની શક્તિ આવ૨ણશક્તિના બળે અને તેના સહારાથી મુમુક્ષુપુરુષને મોહમાં નાંખી તેને અહંબુદ્ધિ સાથે જોડે છે. માટે જ પુરુષ પોતાને કર્તા, ભોક્તા, શ૨ી૨, પ્રાણ, બુદ્ધિ આદિ માનવા લાગે છે. આમ, મોહિત કરનારી આવરણશક્તિના બળથી જ વિક્ષેપશક્તિ પુરુષને પોતે જે નથી તે માનવા પ્રેરી તેને અહંબુદ્ધિ સાથે જોડે છે અને ત્યા૨બાદ પુરુષને કર્મના ચાકડે ચઢાવી સારાનરસાં ફળ અપાવી પુરુષને બેચેન બનાવે છે, તેના જીવનમાં વિક્ષેપ ઊભો કરે છે. તે પુરુષના શાંત સરોવર જેવા જીવનમાં વિક્ષેપના કાંકરા નાંખી તેની જીવનશાંતિને ડહોળી નાંખે છે.
દરેકે .સ્પષ્ટ થવું જોઈએ કે જેમ પ્રધાનનો પુત્ર પિતાની સત્તા અને સામર્થ્યબળને લીધે જ અન્યને પરેશાન કરી શકે તેમ મુમુક્ષુને સૌ પ્રથમ તમોગુણ દ્વા૨ા ઉત્પન્ન થયેલી આવરણશક્તિ જ પોતાના આત્માથી આચ્છાદિત કરી દે છે અર્થાત્ સત, ચિત, આનંદસ્વરૂપ આત્મા ઉપર જે પડદો કે આવરણ છે એ તમોગુણના લીધે છે અર્થાત્ તમોગુણથી પ્રમાદ જન્મે અને તેવો પ્રમાદ આત્માને જાણવામાં આળસ અને અવિધા ઊભી કરી મુમુક્ષુને આત્મજ્ઞાનથી વંચિત કરે છે. તેથી સમજાય છે કે પ્રથમ તો મોક્ષની ઇચ્છાવાળો પુરુષ, તમોગુણની આવરણશક્તિથી આવૃત્ત થયેલો જ હોય છે અર્થાત્ ઢંકાયેલો જ હોય છે. આમ, જે અજ્ઞાની બની ચૂક્યો છે, મોહિત થઈ ચૂક્યો છે, આવરણશક્તિગ્રસ્ત છે, તેને જ વિક્ષેપશક્તિ પરેશાન કરી શકે છે. તાત્પર્યમાં, આવરણશક્તિની સત્તા કે બળથી ભ્રાંત થયેલો જે પુરુષ છે, તેને જ વિક્ષેપશક્તિ અહંબુદ્ધિ સાથે જોડે છે. તેથી પ્રધાનની સત્તા અને સામર્થ્ય જેવી જ સત્તા અને સામર્થ્ય, આવ૨ણશક્તિ પાસે છે અને તે આવરણશક્તિના બળનો, સત્તાનો સહયોગ વિક્ષેપ નામની શક્તિ લે છે. આમ, બંને શક્તિઓ ભેગી થઈને અર્થાત્ આવરણશક્તિના બળે વિક્ષેપ નામની શક્તિ મુમુક્ષુપુરુષને અહંબુદ્ધિ સાથે જોડી, તેના જીવનમાં કર્મની વાસના પ્રગટાવી, નિત્ય નિરંતર વાસનાગ્નિમાં મુમુક્ષુને બાળ્યા કરે છે, દુઃખ ઉપજાવે છે, કર્મના ફળ ભોગવવા