________________
જ રીતે જે દેહાસક્ત છે તેને મોક્ષ કે મુક્તિમાં આસક્તિ જણાતી નથી અને જે જીવન્મુક્ત છે તેવા વિવેકીને દેહાદિમાં આસક્તિ, અભિમાન કે મમત્વ હોતું નથી. કારણ કે તે બંનેના જુદા જુદા ગુણ હોય છે. દેહાસક્ત છે તે બંધનમાં છે, અવિવેકી છે, ભેદદષ્ટિવાળો છે, જડ પદાર્થો અને ઇન્દ્રિયોના ભોગવિષયની વાસનાવાળો છે. જ્યારે જીવન્મુક્ત દેહથી કે તેના મોહથી અસંગ છે, અનાસક્ત છે માટે નથી તેને બંધન દેહનું કે દેહના વિષયભોગની આસક્તિનું. તે તો ઇન્દ્રિયોના વિષયોની આસક્તિરૂપી બંધનથી મુક્ત છે કારણ કે નથી તેને ભેદદષ્ટિ કે તદર્શન. તો પછી સંસાર ક્યાં? માટે જીવન્મુક્ત વિવેકીને દેહ, વિષય કે સંસારનું બંધન નથી, માટે તે દેહ, વિષય અને સંસા૨ની વાસનાથી મુક્ત થયેલો જીવન્મુક્ત છે. આમ, એક બદ્ધ છે, બીજો મુક્ત છે. તેથી બે વિરોધી ગુણવાળાઓની અવસ્થા પણ જુદી જુદી છે. બંધનયુક્તને ભેદદષ્ટિથી સંસારપ્રાપ્તિ છે જ્યારે જીવન્મુક્તને અભેદદૃષ્ટિથી પરબ્રહ્મપ્રાપ્તિ છે. આમ, દેહાસક્ત અસતમાં, અનિત્યમાં, મિથ્યાત્વમાં, પરિચ્છિન્નત્વમાં ગળાડૂબ છે જયારે જીવન્મુક્ત અનિત્ય અને મિથ્યાત્વ જેવા સંસારસાગરને તરી ચૂકેલો છે અને સંસારના કા૨ણ જેવી માયાને પોતાના આત્મસ્વરૂપમાં ડૂબાડી ચૂકેલો છે. તેથી દેહાસક્ત જ્ઞાની નથી અને જ્ઞાની દેહાસક્ત થઈ શકે તેમ નથી.
स्थिरजंगमेषु અંતઃ નહિ:
आधारतया
स्वम्
(છંદ-ઇન્દ્રવજા)
अन्तर्बहिः स्वं स्थिरजंगमेषु
૫૫૩
ज्ञानात्मनाधारतया विलोक्य ।
त्यक्ताखिलोपाधिरखण्डरूपः
पूर्णात्मना यः स्थित एष मुक्तः ॥ ३३६ ॥
= સ્થાવર અને જંગમ દરેક પદાર્થમાં
અંદર અને બહાર (સર્વત્ર)
આધારરૂપે રહેલો
=
=
= પોતાને