________________
પપર
તયોઃ
= (જાગ્રત અને સ્વપ્ન) બન્ને અવસ્થાઓ મિત્ર-= જુદા જુદા ગુણવાળી હોવાથી सुप्तस्य
= ઊંઘી ગયેલાને નો ના'IRUામ્ = જાગ્રત અવસ્થાની ખબર હોતી નથી. न जाग्रतः = (અને) જે જાગે છે (તેને) स्वप्नः
= સ્વપ્ન આવતું નથી હરિ સંસમિત: = (તેવી રીતે) દેહ વગેરેમાં આસક્તિ રાખનારને न मुक्तिः = મુક્તિ નથી. (અને) मुक्तस्य = જીવન્મુક્ત થયેલાને દેહારિ–મમત-માવ: = દેહવગેરેમાં “હું પણાનું અભિમાન હોતું નથી.
આચાર્યશ્રીએ પૂર્વેના આઠ શ્લોક દ્વારા ભેદદષ્ટિનો કે દૈતદર્શનનો ત્યાગ કરવો જોઈએ તેવું વિવેચન કર્યા બાદ અત્રે નિષ્કર્ષમાં સદૃષ્ટાંત સમજાવે છે કે જે કોઈ ભેદદષ્ટિવાળો છે તેને દેહાદિમાં અહમ્ બુદ્ધિ જણાય છે અને માટે જ દેહ વગેરેમાં તે આસક્ત થાય છે. તેથી સ્વાભાવિક છે કે જેની જેમાં આસક્તિ હોય, તેનું જ ચિંતન તે કરે છે. તે ન્યાયે દેહાદિ જડ પદાર્થોમાં જે અવિવેકીને કે ભેદષ્ટિવાળાને આસક્તિ હોય છે તેને કદી મુક્તિ કે મોક્ષ મળતા નથી. કારણ કે તેણે મુક્તિ કે મોક્ષનું ચિંતન જ કર્યું હોતું નથી. આમ દેહાદિમાં આસક્તને મુક્તિ સંભવ નથી અને જે કોઈ જીવન્મુક્ત થયેલા છે તેવી અભેદદષ્ટિવાળી જીવન્મુક્ત વિભૂતિઓને દેહાદિમાં ‘હુંપણાનું અભિમાન હોતું નથી અર્થાત જડ દેહાદિમાં નથી હોતો અહમભાવ કે મમભાવ. તેથી તેઓ દેહાદિ જડ પદાર્થોનું ચિંતન કરતાં નથી અને અધ:પતનને માર્ગે પ્રસ્થાન પણ કરતા નથી. તાત્પર્યાર્થ, દેહાસક્તિવાળાને મુક્તિ નથી અને મુક્તને દેહાદિમાં મમત્વ હોતું નથી.
જેવી રીતે સુષુપ્તિમાં જે નિદ્રાધીન થયો છે તેને જાગ્રત અવસ્થાનું જ્ઞાન હોતું નથી અને જે જાગ્રત અવસ્થામાં હોય છે તેને સ્વપ્નસૃષ્ટિનો અનુભવ થતો નથી, કારણ કે તે બંને અવસ્થાઓ જુદા જુદા ગુણવાળી હોય છે. તેવી