________________
પપ૪
ज्ञानात्मना = જ્ઞાન સ્વરૂપે विलोक्य = જુએ છે થઃ ત્યmવિનોપાધિઃ(અને) જે સર્વ ઉપાધિ ત્યાગી अखण्डरूपः = અખંડરૂપે (તેમજ) पूर्णात्मना = પૂર્ણરૂપે स्थितः = રહે છે, ઉષ: મુp: = તે ‘જીવન્મુક્ત” છે.
જીવન્મુક્તનું દર્શન ભગવદ્ગીતામાં શ્રીકૃષ્ણ ભગવાને જેમ બીજા અધ્યાયમાં સ્થિતપ્રજ્ઞના લક્ષણો જણાવ્યા અને અધ્યાય ચૌદમાં ગુણાતીતના લક્ષણો જણાવી વ્યાખ્યા કરી તે જ પ્રમાણે પ્રસ્તુત ગ્રંથમાં આદિ શંકરાચાર્યજી જીવન્મુક્તના લક્ષણોનો ઉલ્લેખ કરી શિષ્યને જીવન્મુક્તિની પ્રેરણા આપવા જે દેહપતન પૂર્વે મુક્ત થયો છે તેની વ્યાખ્યા કરે છે.
જે સ્થાવર અને જંગમ, ચર અને અચર, વ્યક્ત અને અવ્યક્ત દરેક પદાર્થમાં તથા પોતાની ભીતર અને બહાર સર્વત્ર જ્ઞાનદષ્ટિથી પોતાને જ સર્વનો આધાર કે અધિષ્ઠાનરૂપે જાણે છે, તે સદાકાળ સર્વમાં પોતાનું જ અવલોકન કરે છે. તેવા જ્ઞાનીને પોતાની અભેદ અને ઐક્યદષ્ટિમાં જીવની અવિદ્યારૂપી કે ઈશ્વરની માયારૂપી વગેરે સમસ્ત ઉપાધિઓ ત્યજાયેલી જણાય છે કારણ કે પોતાના અસંગ આત્મસ્વરૂપમાં ઉપાધિનો સંગ હોઈ શકે નહીં. તદુપરાંત, જેને પોતાનું સ્વરૂપ દેશ, કાળ અને વસ્તુના ખંડથી રહિત, અખંડિત જણાય છે, તે પોતાને પોતાનામાં જ પોતાના દ્વારા પરિપૂર્ણ જાણે છે. તેવો પુરુષ જ જીવન્મુક્ત કહેવાય છે.
આ ઉપરથી જીવન્મુક્તના વિલક્ષણ લક્ષણોનો ખ્યાલ આવે છે કે જીવન્મુક્ત સર્વાત્મદર્શી છે. માટે જ સ્થાવર-જંગમ સર્વમાં અંદર કે બહાર તે પોતાના આત્મસ્વરૂપનું જ દર્શન કરે છે. તેવો સર્વાત્મદર્શી સ્વરૂપે તો નિરુપાધિક છે તેથી ઉપાધિના ધર્મોનો તેને સંગ નથી અને અનાત્માનો