________________
(છંદ–ઉપજાતિ)
बाह्ये निरुद्धे मनसः प्रसन्नता मनः प्रसादे परमात्मदर्शनम् । तस्मिन् सुदृष्टे भवबन्धनाशो बहिर्निरोधः पदवी विमुक्तेः ॥३३६॥
= બાહ્યવિષયોનું અનુસંધાન અટકાવવાથી
बाह्ये निरुद्धे
मनसः प्रसन्नता મનની પ્રસન્નતા આવે છે. मनः प्रसादे
= મન પ્રસન્ન થતાં
પરમાત્મવર્શનમ્ = પરમાત્માનું દર્શન થાય છે. તસ્મિન્ સુપૃષ્ટ = તે (પરમાત્મા)નું દર્શન સારી રીતે થતાં भवबन्धनाशः સંસારના બંધનનો નાશ થાય છે. · बहिर्निरोधः (આમ) બહા૨ના પદાર્થોના અનુસંધાનનો પરિત્યાગ (જ) વિમુક્તેઃ પવવી = વિમુક્તિનો માર્ગ છે.
૫૪૯
=
=
=
,
આચાર્યશ્રીએ ઉપદેશ આપ્યો છે કે બાહ્ય વિષયોનું અનુસંધાન કે ચિંતન અટકાવવાથી જ કે તેનો નિરોધ કરવાથી મનના વિક્ષેપ ઓછા થાય છે અને મનની પ્રસન્નતામાં પ્રતિદિન વૃદ્ધિ થતી જાય છે. જેમ જેમ મનની પ્રસન્નતા વધે છે તેમ તેમ વિઘ્ન કે વિક્ષેપ ઓછાં અનુભવાય અને વધુ શાંતિ જણાય છે. તેથી પરમાત્માનું દર્શન થાય છે. પરંતુ તત્ત્વાર્થે અત્રે જણાવ્યું છે કે ‘મનઃ પ્રસારે પરમાત્મવર્શનમ્ ' અર્થાત્ મનના પ્રસાદ દ્વારા પરમાત્માનું દર્શન થાય છે. પ્રસાદનો લૌકિક અર્થ ભલે પ્રસન્નતા હોય, પરંતુ તત્ત્વાર્થે તો અંતઃકરણશુદ્ધિ સિવાય કોઈ મહાન પ્રસાદ હોઈ શકે નહીં. તેથી વિષયચિંતનનો નિરોધ કરવાથી મનની શુદ્ધિરૂપી પ્રસન્નતા જ પ્રાપ્ત થાય છે, તેમ સમજવું અને ચિત્તશુદ્ધિરૂપી પ્રસન્નતા પ્રાપ્ત થતાં જ પરમાત્મા સ્વયં પોતે જ પોતાના સ્વરૂપને પ્રગટ કરે છે. ‘જ્ઞાત્મા વિવૃત્તુતે તનું સ્વામ્ ।' માટે જ અત્રે જણાવ્યું છે કે ચિત્તશુદ્ધિરૂપી પ્રસાદ મળતાં પ્રસન્ન ચિત્તને પરમાત્માનું દર્શન થાય છે. તેવા દર્શનથી જ સંસારના બંધનનો નાશ