________________
૫૪૮
बाह्यानुसन्धिः = બાહ્ય (દુન્યવી વિષયોના) અનુસંધાનનું દુર્વાસનાં કવ પામ્ = દુષ્ટવાસના જ ફળ છે; તતઃ તતઃ ધાન્ તે (વિષયચિંતન)થી તે(વાસના) વધુને વધુ परिवर्धयेत् = વૃદ્ધિ પામે છે (માટે) विवेकैः ज्ञात्वा = વિવેકરૂપી જ્ઞાનથી बाह्यं परिहृत्य = બાહ્ય પદાર્થોનો ત્યાગ કરી नित्यम्
= નિરંતર સ્વાત્માનુજમ્ - આત્માનું અનુસંધાન विदधीत
= કરતા રહેવું. બાહ્ય પદાર્થોના અનુસંધાનથી અર્થાત્ દિવાસ્વપ્ન કે સ્વપ્નમાં દેખાતા કાલ્પનિક પદાર્થો નહીં પરંતુ જડ અને નશ્વર જાગૃતિમાં આપણી બહાર દેખાતા ભૌતિક પદાર્થોનું અનુસંધાન કે ચિંતન કરવાથી તેવા ઇન્દ્રિયોના વિષયમાં કે ભોગના પદાર્થોમાં આસક્તિ જન્મે છે. આવી આસક્તિ, તેવા. પદાર્થોના કે વિષયોના ભોગની વાસનાને પ્રબળ કરે છે. એટલું જ નહીં, પરંતુ તોફાને ચઢાવે છે. તેથી એવી દુષ્ટ વાસનાઓ મનુષ્યને વિષયચિંતનના ચકરાવે ચઢાવી તેની પ્રાપ્તિ માટે ઇષ્ટ-અનિષ્ટ કે વિવેકહીને કાર્યો કરાવતા ખચકાતી નથી. આવી રીતે કાર્યરૂપી વૃક્ષ પર વાસનાબીજના અનંત ફળ જન્મે છે. આમ, દુષ્ટ વાસનારૂપી બીજમાં અધિકાધિક વૃદ્ધિ થયે જાય છે. તેવી વાસનાઓ જ અંતે બંધન સર્જે છે અને વ્યક્તિને દુઃખના દરિયામાં ડૂબાડી દે છે. માટે વિવેકી પુરુષે જ્ઞાનના બળે બાહ્ય જગતના પદાર્થોનો ત્યાગ કરવો જોઈએ. જેથી ચિત્ત તેનું ચિંતન ન કરે અને બાહ્ય વિષયચિંતન છોડી આત્મચિંતનના અનુસંધાનમાં જ એકાગ્ર થઈ જાય. અંતે તો આત્માનુસંધાન જ ચિત્તમાં વિષયોના કે બાહ્ય ભૌતિક પદાર્થોના વિચારોનો પ્રવેશ અટકાવી શકશે અને વિષયચિંતનથી મુક્ત થયેલું ચિત્ત જ આત્મચિંતનમાં નિમગ્ન રહી આત્મસાક્ષાત્કારાર્થે પ્રગતિ સાથે પ્રયાણ કરી શકશે.