________________
૫૪૬
તત્ત્વાર્થે તો જે કંઈ દશ્ય છે, સાકાર છે, મિથ્યા છે, નાશવાન છે તેવા સૌ અનાત્મા, જડ શરીરાદિ સાથે તાદાભ્ય નથી કરતો અને તેવા દેશ્યો ઉપર પોતાની માલિકી કે અધિકાર અગર મમત્વ રાખતો નથી તેવો અનાત્મવસ્તુની ચોરી નહીં કરનારો અચોર છે. આવો અચોર અનાત્મવસ્તુનાં તાદાભ્યથી વિમુખ થઈ આત્મવસ્તુ સાથે જ તદાકાર થઈ, અભેદભાવે તાદાત્મ કરી, હું આત્મા કે બ્રહ્મ જ છું તેવું જાણી, નિત્ય સત્ય સ્વરૂપ બ્રહ્મનું જ ચિંતન કરે છે તેવો અચોર સંસારબંધનથી, ભોગવાસનાથી અને પ્રમાદથી મુક્ત થાય છે અને અવ્યય આત્માની આત્મીય મહાનતાને પામે છે. માટે જ શ્લોકમધ્યે સમાવિષ્ટ થયું છે કે, “મહત્ત્વમાત્મીયમુપૈતિ નિત્યમ્ ” જ્યારે જે પ્રમાદી, અવિવેકી બ્રહ્મચિંતનથી વિમુખ થયો છે તે દશ્ય મિથ્યા પદાર્થોનું અભિમાન કરવાથી મિથ્યા વિષય કે દેશ્યોનું જ ચિંતન કરે છે અને હું દેહાદિ મિથ્યા દશ્ય છું.” તેવું માની વિનાશને પ્રાપ્ત થાય છે.
આમ, દશ્ય પદાર્થોનો અભિમાની કે તેમાં આસક્ત અનાત્મવસ્તુનો ભંડાર ભેગો કરનારો મહાચોર છે. માટે આત્મીય વૈભવથી વંચિત છે. જ્યારે અનાત્મ વસ્તુની ચોરીથી જે વેગળો છે, જેને કલ્પનામાંય દેશ્ય પદાર્થોનું તાદાત્મ સંભવતું નથી, જે દશ્યથી અસંગ છે તેવો અચોર સત્ય બ્રહ્મનું ચિંતન કરનાર હોવાથી સાધુ છે, સજ્જન છે. માટે આત્મીય મહિમાને વરેલો અલૌકિક વૈભવથી અલંકૃત થયેલો અને પ્રમાદથી છૂટેલો નિરહંકારી
(છંદ-માલિની) यतिरसदनुसन्धिं बन्धहेतुं विहाय
स्वयमयमहमस्मीत्यात्मदृष्ट्यैव तिष्ठेत् । सुखयति ननु निष्ठा ब्रह्मणि स्वानुभूत्या
हरति परमविद्याकार्यदुःखं प्रतीतम् ॥३३४॥
યતિઃ
= યતિએ