________________
૫૪૫
જગજાહેર કર્યું કે કોઈ પણ દેશ્ય પ્રાણી, પદાર્થ રૂપી ભૂતો મારા આત્મસ્વરૂપમાં રહેલાં નથી. “ સ્થાનિ ભૂતાનિ ” આમ, શ્રુતિ અને સ્મૃતિ બને પોતાના સચોટ વિધાનો દ્વારા દશ્ય પદાર્થોનો, મિથ્યાત્વના દષ્ટિકોણથી નિષેધ કરે છે. તેવું જ ન્યાય સંબંધે પણ જણાય છે.
ન્યાય કે તર્કશાસ્ત્રની અનેક યુક્તિઓમાં પણ જણાવાયું છે કે જે કંઈ દશ્ય છે તે નિષેધને પાત્ર છે. કારણ કે સર્વ દશ્ય સાકાર છે, જન્મેલા છે અને માટે જ તે સૌ વિકારી, નાશવાન અને મિથ્યા છે. તેથી તેવા દેશ્ય પદાર્થો નિષેધને યોગ્ય છે. દા.ત. ટૂE: નષ્ટ: સ્વભાવઃ | યે द्रष्टं तनष्टम् । यद् दृश्यं तत् जडं तत् विकारी तत् हेयम् । “દશ્ય (પદાર્થ) નાશ પામવાના સ્વભાવવાળું છે.” “જે દશ્ય છે તે વિનાશી છે.” “જે દશ્ય છે તે જડ છે, તે વિકારી છે (તેથી) તે ત્યાજ્ય કે નિવૃત્તિને અથવા નિષેધને યોગ્ય છે.” દા.ત. (૧) જે દશ્ય છે તે ઇન્દ્રિયગમ્ય કે પ્રત્યક્ષ છે. જે ઇન્દ્રિયગમ્ય હોય કે ઇન્દ્રિયોથી પ્રમાણિત થતું હોય તે સત્ય કે નિત્ય હોઈ શકે નહીં. કારણ કે સ્વયં ઈન્દ્રિયો જ જડ અને નાશવાન છે. (૨) જે દેશ્ય છે તે વિકારી હોઈ, મસ્તિ , ગાયતે , વર્ધત, વિપરિણામને, સપીયરે અને વિનશ્યતિ જેવા પવિકારયુક્ત હોય છે માટે તેનો અભાવ નિશ્ચિત છે. તેથી જ સર્વ વિકારી દશ્યો, મિથ્યા કે અનિત્ય હોવાથી નિષેધને પાત્ર છે. આમ, શ્રુતિ, સ્મૃતિ અને યુક્તિ દ્વારા સમગ્ર દેશ્યપ્રપંચનો તે સર્વ કાંઈ અનાત્મ વસ્તુ હોવાને લીધે નિષેધ કરવામાં આવેલો છે. આવો જગજાહેર કે સુજ્ઞમાન્ય શ્રુતિસંમત નિષેધ તો “નેતિ નેતિ' દ્વારા ખ્યાતનામ બનેલો છે. તેમ છતાં તેવી અનાત્મવસ્તુમાં કે દેશ્ય પદાર્થોમાં જો કોઈ આત્મબુદ્ધિ કરે અર્થાત્ દેહાદિ દશ્યોમાં કે જે નિંદા અને નિષેધને પાત્ર છે તેમાં, “તે હું છું' , તેવી બુદ્ધિ કરે તો તેવો શરીરાદિને પોતાનું સ્વરૂપ માનનારો અનાત્મવસ્તુની ચોરી કરનારો, ચોરની જેમ જ દુઃખી થાય છે અને તેના ઉપર અનેક પ્રકારના દુઃખો ગરજતા વાદળાં જેમ તૂટી પડે છે.
જે અનાત્મવસ્તુની કે દશ્ય પદાર્થોની ચોરી નથી કરતો અર્થાત