________________
પ૩૪
(છંદ-ઉપજાતિ) लक्ष्यच्युतं चेद्यदि चित्तमीषद् ,
बहिर्मुखं सनिपतेत् ततस्ततः । प्रमादतः प्रच्युतकेलिकन्दुकः
सोपानपंक्तौ पतितो यथा तथा ॥३२६॥ यथा प्रमादतः = જેવી રીતે ભૂલથી પણ प्रच्युतकेलिकन्दुकः = છૂટી ગયેલો રમવાનો દડો सोपानपंक्ती = સીડીના પગથિયાં ઉપરથી ગબડી पतितः
= નીચે પડે છે तथा यदि = તેવી રીતે જો ईषत् अपि = (પ્રમાદને લીધે) જરા પણ चित्तम्
= ચિત્ત लक्ष्यच्युतं चेत् = પોતાના લક્ષ્યમાંથી છૂટું પડેલું હોય તો વિદિવં સન્ = બહિર્મુખ બની તતઃ તતઃ નિપૉત્ = નીચે પડતું પડતું અધોગતિને પામે છે.
ઉત્ક્રાંતિને માટે મળેલો મનુષ્યદેહ કે માનવજન્મ, પ્રમાદના લીધે કેવી રીતે અધોગતિને પામે છે તેવું સદૃષ્ટાંત સમજાવતાં અત્રે કહ્યું છે કે જેવી રીતે રમત રમતાં હાથમાંથી છૂટી ગયેલો દડો, આપમેળે સીડીના પગથિયાં પરથી નીચે પડતો, ઠોકરો ખાતો, નીચે પડે છે તે જ રીતે આત્મસ્વરૂપના ચિંતનમાં થોડો પણ પ્રમાદ થાય, તો જે ચિત્ત અતીન્દ્રિય સુખની ખાણ જેવા આત્મસ્વરૂપમાં નિમગ્ન હતું, પરમ આનંદમાં સંલગ્ન હતું, તે જ ચિત્ત અનંત આનંદ અને શાશ્વત શાંતિ સ્વરૂપ બ્રહ્માનંદના સાગરને છોડી, બહિર્મુખી બની, પોતાના પરમ લક્ષ્યને છોડી વિષયચિંતન દ્વારા સંસારના ક્ષણભંગુર વિષયભોગના કીચડમાં જઈ પહોંચે છે. તેવા વિષયભોગ નિત્ય ન હોઈ, નાશ પામે છે અને વિષયભોગનું સુખ છિન્નભિન્ન થતાં વ્યક્તિ દુઃખી થાય