________________
૫૩૫
છે, હતાશ થાય છે અને વિક્ષિપ્ત બને છે. માટે પુનઃ વિષયચિંતનનો પ્રારંભ કરી વિષયભોગ માટે પુરુષાર્થ કરે છે. જો તેવા પ્રયત્નમાં વાસના અધૂરી રહે તો તેવી વિષયભોગની વાસના પૂર્ણ કરવા માટે તેને પુનઃ જન્મ લેવો પડે છે. પરંતુ તેનો નવો જન્મ મનુષ્યનો જ હોય એવું નિશ્ચિત હોતું નથી, કારણ કે વિષયભોગની વાસના તો ગાય, ભેંસ, કૂતરાં, ભૂંડ જેવાં અનેક શરીરો દ્વા૨ા પણ પૂર્ણ થઈ શકે છે. તેથી તેવા સૌ બહિર્મુખી વિષયચિંતનના બળે, સડકનાં કૂતરાં કે ઘાંચીના બળદિયા જેવી અગર વિષ્ટાને આરોગનારા અને મળમૂત્રની ગટરમાં શયન કરનારાં ભૂંડ જેવી યોનિને પણ પામે છે. આ જ તેનું અધઃપતન છે, અધોગતિ છે. ક્યાં બ્રહ્માનંદનો સુખસાગર! અને ક્યાં મળમૂત્રની વચ્ચે શયન ! ક્યાં આત્મચિંતનની શાશ્વત શાંતિનો સમન્વય અને ક્યાં પ્રમાદને લીધે સૂવર અને કૂતરાંની યોનિમાં થતું ભ્રમણ !
બ્રહ્મચિંતનમાં જો થોડો પણ પ્રમાદ થાય તો, જેમ પર્વત ઉ૫૨થી પડેલો દડો ખીણના અંધારામાં ગરકાવ થઈ જાય છે, તેમ આત્માનંદમાં ૨મણ ક૨ના૨ો મુમુક્ષુ પ્રમાદને લીધે વિષયચિંતનના ઢાળમાં ગબડતો ગબડતો અધમ યોનીના ગર્ભમાં પુરાય છે. એટલું જ નહીં, પરંતુ પોતાના રત્ન જેવા મનુષ્યજન્મને ધૂળધાણી કરે છે અને આત્મસાક્ષાત્કારરૂપી અંતિમ લક્ષ્ય, માત્ર પ્રમાદને લીધે ચૂકી જાય છે. માટે પ્રમાદને મૃત્યુ પૂર્વેનું મરણ જાણી પ્રમાદનો ત્યાગ કરવા તત્પર થવું અને સદ્ગુરુના અનુગ્રહે પ્રમાદત્યાગનું સામર્થ્ય કેળવી માયાનું તરણ કરવું એ જ મુમુક્ષુનું અંતિમ કર્તવ્ય છે.
(છંદ-અનુષ્ટુપ) विषयेष्वाविशच्चेतः संकल्पयति तद्गुणान् । सम्यक्संकल्पनात् कामः कामात् पुंसः प्रवर्तनम् ॥३२७॥
विषयेषु = વિષયોમાં ઞાવિશત્ શ્વેતઃ = ચોંટેલું ચિત્ત तद्गुणान् - વિષયોના ગુણોનું જામઃ संकल्पयति ચિંતન કર્યા કરે છે.
=
=
सम्यक् સંત્ત્વનાત્ = ચિંતનથી
=
વારંવાર કરેલા
=વિષય પ્રાપ્ત કરવાની ઇચ્છા (ઉત્પન્ન થાય છે.