________________
પર૧
વિષયચિંતન મનની અંદર વંટોળિયાની જેમ ચકરાવા લે છે અને તેના લીધે ઉત્પન્ન થતી બહારની દૃશ્ય ક્રિયાઓ દ્વારા વાસનાઓની વૃદ્ધિ થાય છે. આ વાસના જ જીવાત્માને માટે સંસારબંધન ઉત્પન્ન કરે છે. માટે કોઈ પણ સંજોગોમાં વિષયચિંતન, તેથી ઉત્પન્ન થતી બાહ્ય ક્રિયા અને વિષયવાસના, એ ત્રણેનો નાશ કરવા પ્રબળ ઉપાય નિરંતર કરતાં રહેવું આવશ્યક છે.
એ ત્રણેયના નાશ માટે આદિ શંકરાચાર્યજીએ અત્રે બ્રહ્મવાસનારૂપી બ્રહ્માસ્ત્ર દર્શાવ્યું છે અને ઉપદેશ આપ્યો છે કે સર્વમાં, સર્વ સમયે, સર્વ રીતે, સર્વને માત્ર બ્રહ્મરૂપે જ જાણવું. બ્રહ્મથી ભિન્ન ક્યારેય ક્યાંય, કંઈ પણ જોવું નહીં. એવી જ્ઞાનદૃષ્ટિને બ્રહ્મવાસના કહેવાય છે. આવી બ્રહ્મવાસનાથી સર્વત્ર બ્રહ્મદર્શન જ થાય છે. એવા દર્શનથી બ્રહ્મવાસના દેઢ થતી જાય છે. આમ, બ્રહ્મવાસના એવું બ્રહ્માસ્ત્ર છે કે જેના બળથી વિષયવાસના, વિષયચિંતન કે વિષયક્રિયા એ ત્રણેય નાશ પામે છે.
તાત્પર્યમાં, બ્રહ્મવાસના દ્વારા જો સર્વત્ર બ્રહ્મદર્શન જ થાય તો બ્રહ્મથી ભિન્ન કંઈ જણાય જ નહીં અને દ્વૈતભ્રાંતિ દૂર થાય. આમ જો ભેદ છે જ નહીં તો ઇન્દ્રિયોના વિષયો કે ભોગોનું દર્શન ક્યાં? જો વિષયો જ નથી તો તેનું ચિંતન કેવું? તે જ ન્યાયે વિષયચિંતન નથી તો વિષયોને ભોગવવાની કે પ્રાપ્ત કરવાની ક્રિયા ક્યાં? આમ, બ્રહ્મવાસનાના અસ્ખલિત વિચારપ્રવાહમાં કે બ્રહ્મચિંતનમાં, વિષયચિંતનનો અવકાશ ન રહેવાથી વિષયવાસના અને વિષયોની ક્રિયા, બન્નેનો નાશ થાય છે. માટે મુમુક્ષુએ બ્રહ્મવાસનાના બળે બ્રહ્મવિચા૨માં જ નિમગ્ન થવું.
क्रियाना
(છંદ-અનુષ્ટુપ)
क्रियानाशे भवेच्चिन्तानाशोऽस्मात् वासनाक्षयः । वासनाप्रक्षयो मोक्षः सा जीवन्मुक्तिरुच्यते ॥ ३१८॥
- ક્રિયાઓ નાશ થતાં
=