________________
૫૧૬
શાંતિ ખોરવાય છે અને અશાંત ચંચળ કે વિક્ષિપ્ત મન કદી પણ આત્મચિંતન કે બ્રહ્મભાવના કરી શકે નહીં, પણ વધુ ને વધુ વિષયચિંતન અને ભોગપ્રાપ્તિ માટેની ક્રિયામાં પરોવાય છે અને અંતે પોતાના આત્મસ્વરૂપનું વિસ્મરણ થાય છે. આવું આત્મવિસ્મરણ અને વિષયસ્મરણ એ જ સંસાર બંધનનું કારણ છે. ટૂંકમાં, “હું શરીર છું', તેવું અજ્ઞાન, કામના ઉત્પન્ન કરે છે. ભોગની કામના કે વિષયચિંતન જ તે માટે ક્રિયા કે કર્મ કરાવે છે. ક્રિયાની નિષ્ફળતા જ દુઃખ, વિક્ષેપ અને અંતે આત્મવિસ્મરણ ઉત્પન્ન કરી મનુષ્યને સંસારબંધનમાં નાંખે છે.
(છંદ-અનુરુપ) कार्यप्रवर्धनाद् बीजप्रवृद्धिः परिदृश्यते ।
कार्यनाशाद् बीजनाशः तस्मात् कार्य निरोधयेत् ॥३१३॥ વાર્યવર્ધનાર્ = કાર્યોને વધારતા જવાથી તીનપ્રવૃદ્ધિ = બીજની વૃદ્ધિ થતી પરિદ્રશ્ય = જોવામાં આવે છે. વીર્યનાશાત્ = કાર્યોનો નાશ કરવાથી (કાળાંતરે) વીગના = બીજ પણ નષ્ટ થઈ જાય છે. તમાન્ = માટે યે નિરોયેત્ = કાર્યનો નિરોધ કરવો.
- (છંદ-અનુષ્ટુપ). वासनावृद्धितः कार्य कार्यवृद्ध्या च वासना ।
वर्धते सर्वथा पुंसः संसारो न निवर्तते ॥३१४॥ વાસના-વૃતિઃ = વાસનાની વૃદ્ધિ થવાથી વાર્યમ્ - કાર્ય (વધતું જાય છે.) ૨ છાર્યવ્રુક્યા = અને કાર્યોની વૃદ્ધિ થતાં વાસના વતિ = વાસનાઓ વધતી જાય છે.