________________
૫૧૭
પુસઃ n = (એ રીતે) જીવના સંસાર: સર્વથા = સંસારનું કોઈ પણ રીતે જ રિવર્તત = નિવારણ થતું નથી. “કાર્યોને વધારતા જવાથી બીજની વૃદ્ધિ થાય છે.”
હું શરીર છું', તેવા દેહાભિમાનથી અગર હું કર્તા છું તેવા કર્તુત્વથી જો કોઈ પણ મુમુક્ષુ કર્મ કરે તો તેનું તેવું કર્મ અજ્ઞાન દ્વારા થયું કહેવાય, કારણ કે આત્મજ્ઞાનમાં કોઈ પણ દેહ કે ઈન્દ્રિયો હોતી નથી. ઉપરાંત, જ્ઞાનમાં તો આત્મા અકર્મ, અકર્તા અને નિષ્ક્રિય છે. તેથી તેવા જ્ઞાનીને તો કર્મનો પ્રશ્ન જ નથી. પરંતુ જે કોઈ અજ્ઞાની દેહાત્મબુદ્ધિ દ્વારા કર્મ કરે છે ત્યારે તેના તેવા કર્મો બીજની વૃદ્ધિ કરે છે, તેવું અત્રે જણાવેલું છે. તેનો તત્ત્વાર્થ વાસનારૂપી બીજ છે અને તેવા વાસનાબીજથી જ કર્મની વૃદ્ધિ થઈ શકે. વાસના જ કર્મનું પ્રેરક બળ છે. વાસનાથી જ પુનર્જન્મ અને નવો દેહ પ્રાપ્ત થાય છે. વાસના સૂક્ષ્મ છે અને કર્મ સ્થળ છે. આમ જોતાં વાસના કર્મનું બીજ છે. એ ન્યાયે વિચારતાં ઉપરનું કથન સુસ્પષ્ટ થાય છે કે કાર્યોની વૃદ્ધિ થવાથી બીજની પણ વૃદ્ધિ થાય છે. અર્થાત જેમ વધુ કર્મ કરીએ તેમ વાસના શાંત થવાને બદલે ઉગ્ર, તીવ્ર થાય છે. એટલું જ નહીં, પણ તેમાં વૃદ્ધિ થાય છે. કારણ કે કોઈ પણ કર્મનું ફળ જો સુખદાયક હોય, અનુકૂળ હોય, ઈષ્ટ હોય તો વારંવાર કર્મનું પુનરાવર્તન કરવાથી વાસના જન્મે છે. આમ, સુખદાયક કર્મફળ વાસનાની વૃદ્ધિ કરે છે અને જો કર્મફળ પ્રતિકૂળ, દુઃખદાયક કે અનિષ્ટ હોય તો તેવા ફળના ત્યાગની વાસના જન્મ છે અગર અનિષ્ટ કર્મફળથી નાસી જવાની. છુટકારો મેળવવાની વાસના તીવ્ર થાય છે. આમ જેમ જેમ કર્મ વધે તેમ તેમ સારી-નરસી વાસનાઓ પણ વધે જ છે. જેવી રીતે વધુ આંબા રોપીએ તો વધુ કેરીઓ આવે અને કેરીરૂપી ફળમાં ગોટલી જેવા બીજની નિરંતર વૃદ્ધિ જ થતી રહે અને બીજ વાવો તો વધુ વૃક્ષો થાય અને વૃક્ષોમાં વૃદ્ધિ થાય તો નિરંતર બીજની વૃદ્ધિ થયા જ કરે અને આવું વૃક્ષ-બીજનું વિષચક્ર અટકે નહીં. તેવી જ રીતે કાર્યો