________________
પ૧૪
= અહંકારને
सः एव
તે (વિષયચિંતન) જ अस्य સંગીવન દેતુઃ = પુનર્જીવિત કરનારું કારણ છે.
વર્ષાઋતુમાં વાયુની મદદથી ઉશ્કેરાયેલાં વાદળો અનેક પ્રકારનો વિક્ષેપ કે નુકશાન કરે છે. તે જ પ્રમાણે બળવાન અહંકારને નિર્મૂળ કર્યો હોવા છતાં ક્ષણવાર પણ મન દ્વારા જો તેનું ચિંતન કરવામાં આવે તો, મૃતઃપ્રાય કે નિર્મૂળ થયેલો તે અહંકાર પુનઃ સજીવ થઈ સેંકડો પ્રકારના વિક્ષેપ કે વિદ્ગો મુમુક્ષુ માટે ઊભા કરી, તેને ભમાવી દે છે અર્થાત્ પોતાના અંતિમ ધ્યેયથી યૂત કરે છે અને જીવનવિનાશ નોંતરે છે. અહંકારનું ચિંતન એ જ અનાત્મચિંતન કે વિષયચિંતન કહેવાય છે. તેવું વિષયચિંતન કેવી રીતે વિનાશ નિમંત્રે છે, તેનો કડીબદ્ધ હેવાલ ગીતાજી દ્વારા અપાયો છે, જયાં શ્રીકૃષ્ણ પરમાત્મા વિનાશની શૃંખલા અનુક્રમે જણાવતાં સમજાવે છે કે
ध्यायतो विषयान्पुंसः संङ्गस्तेषूपजायते । સત્સંગાય રામ: કામોધોમનાયરે ર-દરા क्रोधाद्भवति संमोहः संमोहात्स्मृतिविभ्रमः । स्मृतिभ्रंशाबुद्धिनाशो बुद्धिनाशात्प्रणश्यति ॥२-६३॥
વિષયોનું ચિંતન કરનાર પુરુષની તે વિષયોમાં આસક્તિ થાય છે, આસક્તિથી વાસના જન્મે છે અને વાસનામાં વિદન થવાથી ક્રોધ ઊપજે છે. ક્રોધથી અવિવેક કે ભ્રાંતિ થાય છે, અવિવેકથી સ્મરણશક્તિનો નાશ થાય છે. સ્મૃતિનો નાશ પામતાં જ્ઞાન નાશ પામે છે અને જ્ઞાન નાશ થવાથી આ પુરુષ કલ્યાણ માર્ગથી પતન પામે છે.”
આમ હોવાથી અહંકારરૂપી શત્રુનો નિગ્રહ કે નિયંત્રણ કર્યા પછી પણ જો તે વિષયોના ચિંતન દ્વારા પુનર્જીવિત થાય અને સક્રિય બનવા લાગે તો, તેને સક્રિય થવાની કે પુનર્જીવિત થવાની તક આપવી નહીં, કારણ કે જેવી રીતે સુકાઈ ગયેલા બીજોરાના ઝાડને પાણી આપવામાં આવે તો