________________
૫૦૩
(છંદ-ઈન્દ્રવજા) यो वा पुरे सोऽहम् इति प्रतीतो
बुद्ध्या विक्लृप्तस्तमसाऽति मूढ्या । तस्यैव निःशेषतया विनाशे
વહાત્મમાવઃ પ્રતિજશૂન્ય: રૂ૦રા
तमसा
= અજ્ઞાનના કારણે ગતિ મૂક્યા ગુજ્ય વિવસ્તૃત:= અતિ મોહિત થયેલી બુદ્ધિની કલ્પનાથી पुरे यः वा
= જે આ શરીરમાં “સ: માં રૂતિ = “તે (શરીર) હું છું એવી प्रतीतः
= પ્રતીતિ થઈ રહી છે तस्य एव .
= તે અહંકારનો જ निःशेषतया विनाशे = સર્વથા નાશ થવાથી प्रतिबन्धशून्यः
= કોઈ પણ પ્રકારના પ્રતિબંધ રહિત ब्रह्मात्मभावः
= બ્રહ્માત્મભાવની પ્રાપ્તિ થાય છે.
તમોગુણના આવરણથી અતિ મૂઢ બનેલી બુદ્ધિ દ્વારા જ અહંકાર ઉત્પન્ન થાય છે અને તેવા અહંકારથી જ “હું તે દેહ છું', તેવી દેહાત્મબુદ્ધિ જણાય છે. આવી દેહાત્મબુદ્ધિ જ અહંકારથી ઓળખાય છે. આ અહંકારનો સંપૂર્ણ નાશ થાય ત્યારે જ પ્રતિબંધશૂન્ય કે વિનરહિત બ્રહ્માત્મભાવ અર્થાત્ હું બ્રહ્મ છું અને બ્રહ્મ છે તે હું છું', એવું શંકારહિત અખંડ જ્ઞાન થાય છે. તાત્પર્યમાં અહંભાવના કારણ જેવી તમોગુણના આવરણવાળી બુદ્ધિ
જ્યાં સુધી નિવૃત્ત ન થાય ત્યાં સુધી અહંભાવ નિષ્ક્રિય થાય નહીં અને અહંકારનો નાશ ન થાય ત્યાં સુધી, “હું બ્રહ્મ છું', તેવું જ્ઞાન પ્રગટ થાય નહીં. આમ વિચારતાં તમોગુણથી મૂઢ બનેલી બુદ્ધિ જ આત્મદર્શન થવા દેતી નથી. માટે જ ભગવાન શ્રીકૃષ્ણ ગીતામાં પણ કહ્યું છે કે