________________
૫૦૨
જ જીવનરથના સારથિ બનાવવા જોઈએ. તો જ પતનના માર્ગેથી ઉત્થાન થઈ શકે અને અવગતિથી બચી મોક્ષના દ્વાર ખખડાવવાનું કે મુક્તિના શિખર ઉપર આરોહણ કરવાનું સામર્થ્ય પ્રાપ્ત થઈ શકે છે.
(છંદ-અનુષ્ટ્રપ) अहंकार ग्रहान्मुक्तः स्वरूपमुपपद्यते । .
चन्द्रवद्विमलः पूर्णः सदानन्दः स्वयंप्रभः ॥३०१॥ अहंकारग्रहात् = અહંકારરૂપી ગ્રહથી મુજી:
= મુક્ત બનેલો चन्द्रवत्
= (રાહુથી મુક્ત થયેલા) ચંદ્રની જેમ વિત: પૂર્ણ સરીનન્દ = નિર્મલ, પૂર્ણ, નિત્યાનંદસ્વરૂપ, स्वयंप्रभः = (અને) સ્વયં પ્રકાશ બનીને स्वरूपम्
= પોતાના સ્વરૂપને उपपद्यते
= પ્રાપ્ત થાય છે.
આત્મારૂપી ચંદ્રને અહંકારરૂપી રાહુએ ગ્રસિત કર્યો છે કે આચ્છાદિત કર્યો છે. જ્યાં સુધી રાહુના પાશમાંથી આત્મારૂપી ચંદ્ર છૂટે નહીં ત્યાં સુધી આત્મા ચંદ્રની જેમ નિર્મળ, પરિપૂર્ણ, નિત્ય, આનંદસ્વરૂપ સ્વયંપ્રકાશરૂપે પોતાના સ્વરૂપને પામી શકે નહીં. જેમ ચંદ્ર નિર્મળ છે, તેની ચાંદની શીતળ છે, છતાં જ્યારે રાહુ તેને માટે આવરણ બને છે ત્યારે ચંદ્ર કલુષિત થાય છે અને કાળો દેખાય છે. તે જ પ્રમાણે આત્મા શુદ્ધ, મળરહિત નિર્મળ, નિષ્ક્રિય અને શાંત છે છતાં અહંકારના આવરણથી તે અશુદ્ધ,
અહંભાવ” અને “મમભાવ'ના મળવાળો મલિન થાય છે તેમ જ કર્તા-ભોક્તાભાવથી સક્રિય થઈ દૂષિત થાય છે અને તેનું શુદ્ધ સ્વરૂપ, જે નિરંજન કહેવાય છે તે કલુષિત થઈ જાય છે. માટે મુમુક્ષુએ અહંકારરૂપી રાહુથી દૂર રહી, તેના નાશ માટે તત્પર રહી આત્મચિંતન કરવું અનિવાર્ય