________________
૫૦૧ જનારાં અનાત્માના ધર્મો જેવા અનેક પ્રતિબંધ કે વિદનો જોવામાં આવ્યા છે. તેવા પ્રતિબંધો જ સંસારના કારણ કે હેતુ છે. છતાં તે સર્વનું મૂળ તો અહંકાર જ છે, જેને સૌથી પ્રથમ કે વરિષ્ઠ વિકાર કહેવામાં આવે છે. કારણ કે જેને હું શરીર છું, તેવો અહંકાર કે અભિમાન હોય છે તે જ શરીર કે ઇન્દ્રિયોના કર્મોને પોતાના કર્મો માને છે અને કર્તાભાવે કર્મ કરે છે. માટે જ કર્મના ફળ ભોગવવા તે વારંવાર જન્મ-મૃત્યુના ચક્રમાં પડે છે. આમ, અહંકાર જ અજ્ઞાનને ઘનિષ્ઠ અને પ્રબળ બનાવી મનુષ્યને મૃત્યુના મુખમાં ધકેલે છે અને ગર્ભમુખેથી પ્રસૂતિ કરાવી કર્મફળના ચાકડે ચઢાવે છે કે જેમાંથી મુક્ત થવું અતિકષ્ટદાયક છે. માટે જ અહંકારને સંસારનું મૂળ કહ્યું છે.
- આમ હોવાથી, જ્યાં સુધી દુષ્ટ ધર્મવાળા સંસારના કારણ જેવા અહંકારનો પોતાની સાથે સંબંધ હોય છે ત્યાં સુધી કોઈને પણ મુક્તિ જેવી વિલક્ષણ વાતનો લેશમાત્ર પણ સંભવ હોતો નથી. અર્થાત્ મનુષ્ય જ્યાં સુધી પોતાના જીવનરથનો સારથિ અહંકારને જ બનાવી લે છે ત્યાં સુધી તે અહંકારનો દોરાયો દોરાય છે. અહંકાર લઈ જાય તેવા વિષયભોગમાં અનિચ્છાએ પણ જાય છે. અહંકાર સત્તાના સૂત્રો માટે જો દુઃખદાયક કર્મો કરાવે, તો પણ વ્યક્તિ તેવા કર્મો કરે છે, પ્રતિષ્ઠાના નશામાં અહંકાર મનુષ્યને દુઃખી કરે છે, કર્મ કરાવે છે, અનાત્મા તરફ પ્રેરે છે અને આત્મસ્વરૂપનું વિસ્મરણ કરાવે છે. તથા અહંકાર જ આત્મા છે તેવી ભ્રાંતિ ઊભી કરી સંસારમાં ડૂબકાં ખવડાવે છે. આમ, વિષયભોગ, શરીરસુખ, સત્તા, પ્રતિષ્ઠા અને કર્મના નશામાં મુમુક્ષુ કે સાધકને મોક્ષ કે મુક્તિના ઉપાય જેવી સાત્ત્વિક વાત નથી દેખાતી, નથી સંભળાતી કે નથી તેના મનમાં વિચારરૂપે પ્રવેશ પામતી..આથી અહંકારરૂપી સારથિ શરીરરૂપી રથને મોક્ષ તરફ લઈ જવાને બદલે મૃત્યુની દિશામાં ખેંચી જાય છે અને નિત્ય નિરંતર બંધનની આજુબાજુ પરિક્રમા કરાવે છે. માટે જ અહંકારને સંસારનું મૂળ, સંસારનો હેતુ કે સંસારચક્રનો સારથિ કહેવામાં આવે છે. જેના સાથ, સંગાથ કે સહવાસમાં કદાપિ મોક્ષ કે મુક્તિનો વિચાર પણ સંભવી શકે તેમ નથી. માટે જ અહંકાર ત્યાગી જીવનરથનું સુકાન કોઈ સદ્ગુરુના હાથમાં સોંપી, સદ્ગુરુ કે સંતને