________________
૩૫
વગેરે કર્મો વડે જે આપણને પ્રાપ્ત નથી તેવી અપ્રાપ્ય વસ્તુ કે પરિસ્થિતિની પ્રાપ્તિ થઈ શકશે, પરંતુ જે સૌને પ્રાપ્ત જ છે તે સૌનું આત્મસ્વરૂપ કંઈ યજ્ઞથી, કર્મથી કે હવનથી પ્રાપ્ત થઈ શકે તેમ નથી. માટે જો આપણે મોક્ષમાર્ગના પથિક બની ચૂક્યા હોઈએ તો આવી ક્રિયાઓ આપણને મદદરૂપ થઈ શકે નહીં. માત્ર શંકરાચાર્યજી જ નહીં, ઉપનિષદો પણ આવું જ કહે છે.
“यो वा एतदक्षरं गार्ग्यविदित्वाऽस्मॅिल्लोके जुहोति यजते तपस्तप्यते बहूनि वर्ष सहस्राण्यन्तवदेवास्य तद्भवति ।"
(બૃહદારણ્યકોપનિષદ ૩/૮/૧૦) હે ગાર્ગી! આ લોકમાં જે કોઈ આ અક્ષરબ્રહ્મને જાણ્યા વિના જ હવન, યજ્ઞ, વગેરે કર્મ તથા હજારો વર્ષપર્યત તપ પણ કરે છે, તેનું તે સર્વ કર્મ નાશવાન જ થઈ જાય છે.” કોઈ પણ અંતવાન અનંત આત્માની પ્રાપ્તિ કરાવી શકે નહીં. કોઈ પણ કર્મ નાશવાન વસ્તુ જ અપાવી શકે, કારણ કે કર્મ સ્વયં અનંતકાળ સુધી ચાલતું નથી. કોઈ પણ કર્મ અમુક સમયે શરૂ થાય છે અને અમુક સમયમાં જ પૂરું થાય છે. આવા કર્મો વડે જે તત્ત્વ સમયની પેલે પાર છે, સમયથી પર છે તેની પ્રાપ્તિ થઈ શકે નહીં.
કર્મ આત્મસાક્ષાત્કાર કરાવી શકે તેમ ન હોવા છતાં, શાસ્ત્રોમાં કર્મની જે સ્તુતિ કે પ્રશંસા કરવામાં આવી છે, તે કર્મના અધિકારીને લક્ષમાં રાખીને અધિકારભેદે અપાયેલો ઉપદેશ છે. કર્મ અદશ્ય ઈશ્વરમાં શ્રદ્ધા ઉત્પન્ન કરી શકે છે અને ઈશ્વરમાં શ્રદ્ધા, શ્રેયમાર્ગનું પ્રથમ પગથિયું છે. કર્મ નિર્ગુણ-નિરાકાર પરમાત્માને પામવાની પ્રેરણા આપી શકે છે. નરસિંહ મહેતાને સાકારની પૂજા કરતાં કરતાં એકવાર એવો પ્રશ્ન જાગ્યો કે, હું અને જેની હું પૂજા કરું છું તે પરમાત્મા બન્ને જુદા છીએ કે અભિન્ન છીએ? જો પરમાત્મા સર્વવ્યાપક છે તો મારાથી ભિન્ન કઈ રીતે હોઈ શકે? પ્રશ્ન જાગ્યો અને પરમતત્ત્વને જાણવાની પ્રેરણા મળી. આવો જ પ્રશ્ન સ્વામી રામતીર્થને પણ થયો હતો. સ્વામી રામતીર્થ અને ભક્ત નરસિંહ એ બન્ને જ્ઞાની હતા છતાં શરૂઆતમાં તેઓ પણ આવી જ મૂંઝવણભરી અવસ્થામાંથી પસાર