________________
૪૯૦
સૌ મુમુક્ષુઓને બ્રહ્મનિષ્ઠામાં સ્થિત થવાનો સંદેશ આપતા જણાવાયું છે કે દેહમાં જે અહબુદ્ધિ આરૂઢ થયેલી છે અર્થાત્ “હું દેહ છું', એવો બુદ્ધિનો નિર્ણય જે દઢ થઈ ગયો છે, તેવી બુદ્ધિને તું નિત્ય આનંદસ્વરૂપ ચૈતન્ય આત્મા ઉપર સ્થિત કરીને, “હું કેવળ આત્મા જ છું', એવા નિર્ણયમાં સદા સનિષ્ઠ થા. “સ્થૂળદેહ તથા સૂક્ષ્મ કે લિંગદેહ હું છું તેવી બુદ્ધિનો ત્યાગ કર. આવી રીતે સ્થળ અને સૂક્ષ્મ શરીરનું તાદાભ્ય તોડી, તેવી શુદ્ધ બુદ્ધિને આત્મામાં સ્થાપી, અંતે તો સ્થિતપ્રજ્ઞ થવાનો જ અદશ્ય ઉપદેશ અત્રે દષ્ટિગોચર થાય છે.
यत्र
(છંદ-અનુષ્ટ્રપ) . यत्रैष जगदाभासो दर्पणान्तः पुरं यथा । તદ્ વલ્લામતિ જ્ઞાત્વા વૃતકૃત્યો ભવિષ્યતિ ૨૬રા
= જેમાં (બ્રહ્મમાં) નાવામા = જગતનો આભાસ gs: = આ જગત,)
પ્રતીત થાય છે.. दर्पणान्तः = દર્પણમાં તદ્ બ્રહ્મ મામ્ તે બ્રહ્મ “હું.
પ્રતિબિંબિત કૃતિ જ્ઞાત્વી = એમ જાણીને પુર યથા = નગરની જેમ કૃતકૃત્ય: = કૃતકૃત્ય
ભવિષ્યતિ = થઈ જઈશ. જેવી રીતે દર્પણમાં પ્રતિબિંબરૂપે દેખાતું પુર કે નગર આભાસમાત્ર જ છે. ખરેખર તો ત્યાં નગર જેવું કંઈ હોતું જ નથી કારણ કે પ્રતિબિંબરૂપે જણાતા નગરની આજુબાજુ, ઉપર-નીચે અને પાર્શ્વભૂમિકામાં માત્ર દર્પણ જ છે. દર્પણમાં અનેક પ્રતિબિંબો આવ-જા કરે છે, છતાં દર્પણમાં આવાગમન જેવું કંઈ જ નથી. તદુપરાંત દર્પણમાં દેખાતા નગરમાં જો કોઈ તૂટેલું, ભંગાર કે કાટમાળમાં નષ્ટ થયેલું મકાન દેખાય, તો દર્પણને તેવા મકાનમાં દ્વેષ હોતો નથી કે નવી રંગરોગાન કરેલી ઇમારતમાં રાગ હોતો નથી. કારણ કે પ્રતિબિંબરૂપે દેખાતી નગરી વાસ્તવિક ન હોઈ, આરોપ કે મિથ્યા માત્ર જ