________________
૩૩
(છંદ-ઉપજાતિ) पठन्तु शास्त्राणि यजन्तु देवान्
कुर्वन्तु कर्माणि भजन्तु देवताः । आत्मैक्यबोधेन विना विमुक्तिः
न सिध्यति ब्रह्मशतान्तरेऽपि ।।६।। શાસ્ત્રાળ = શાસ્ત્રો માત્મ-હેય–નો ઘેન = જીવ-બ્રહ્મની હિન્દુ = ભણે
એકતાના જ્ઞાન દેવાન્ = દેવોનું વિના = વગર यजन्तु = પૂજન કરે, વર્ધશતાન્તરે = સો બ્રહ્મા થઈ જાય વર્મા = કર્મો
તેલા કાળે શ્ર્વનુ = કરે (કે) પ = પણ ફેવર્તા: = દેવોને વિમુક્તિઃ = મુક્તિ મનનું = ભજે. ન સિધ્યતિ = પ્રાપ્ત થતી નથી.
કોઈપણ વ્યક્તિ ભલે ગમે તેટલી મહાન હોય, ખ્યાતનામ હોય અને તે શાસ્ત્રોને ભણે કે ભણાવે, દેવોને ઉદ્દેશીને પૂજાપાઠ કરે કે કરાવે, સારા નરસાં અનેક કર્મો કરે કે કરાવે પરંતુ જીવાત્મા અને પરમાત્માના એકત્વના જ્ઞાન વિના અર્થાત જીવ અને બ્રહ્મના અભેદજ્ઞાન વિના અગર જીવ એ જ બ્રહ્મ છે એવા તારતમ્યનો સાક્ષાત્કાર કર્યા વિના સો બ્રહ્માના કાળપર્યત પણ મુક્ત થઈ શકે તેમ નથી. જો કોઈ એવી ભ્રાંતિમાં હોય કે શાસ્ત્રના પઠન, પાઠન કે કંઠસ્થ કરવા માત્રથી મોક્ષ મળશે, તો એ સત્ય નથી. કારણકે શાસ્ત્ર આપણને માત્ર પરોક્ષજ્ઞાન જ આપી શકે, તેનાથી અપરોક્ષજ્ઞાન કે અજ્ઞાનની આત્યંતિક નિવૃત્તિ થઈ શકે નહીં. ધારો કે આપને બદરીકેદાર જવું છે, તે માટે આપ પર્યટકમાહિતી કેન્દ્રમાં ગયા, ત્યાં માહિતી-અધિકારીને મળ્યા અને માહિતી પૂછી. માહિતી-અધિકારીએ આપની સમક્ષ બદરીકેદારનું સવિસ્તાર શબ્દચિત્ર રજુ કર્યું અને જરૂરી નકશાઓ પણ આપ્યા. માહિતીઅધિકારીએ કરાવેલું બદરીકેદારનું શબ્દદર્શન એટલું આબેહૂબ હતું