________________
૩ર
સુદેઢ અને નિઃસંદેહ છે, તેમનું સજજનોએ કે મુમુક્ષુઓએ અનુકરણ કરવું જોઈએ. પરંતુ જેઓ પોતે સ્વરૂપ વિશે કંઈ જાણતા જ નથી, ઉપરાંત નથી જાણતા તેવું પણ જાણતા નથી, તેમની સાથે કેવો વ્યવહાર કરવો એ પ્રશ્ન સદાકાળથી ઊભો છે.
જ્યાં સુધી આપણે “મૂર્ખ જ છીએ ત્યાં સુધી તો વાંધો જ નથી, પણ જો મૂઢતામાં પ્રવેશ થઈ જશે તો ખુદ પરમાત્મા પણ આપણો ઉદ્ધાર કરી શકશે નહીં. “મૂર્ખ અને “મૂઢ’ આ બે શબ્દોમાં થોડો ભેદ છે. જે મૂર્ખ છે તે અજ્ઞાની છે અને તે કબૂલવા તૈયાર છે કે “હું મૂર્ખ છું', “હું અજ્ઞાની છું', “મને ખબર નથી'. ભગવાન પણ આવા મૂર્ખ અજ્ઞાનીનો સ્વીકાર કરે છે અને તેને જ્ઞાનપ્રદાન કરે છે. મૂર્ખ એટલે જે ખરેખર ઊંઘે છે. જેમ ખરેખર ઊંઘતા માણસને તેનું નામ લઈને બોલાવીએ એટલે તરત જાગી જાય, તેમ મૂર્ખ હોય તેને જ્ઞાન આપી કલ્યાણ માર્ગે પ્રેરણા પ્રદાન કરી શકાય. પરંતુ જે ખરેખર ઊંઘતો નથી છતાં ઊંઘવાનો ઢોંગ કરે છે તેને જગાડી શકાય નહીં. એવા ઢોંગીને મૂઢ કહેવાય, એને ખબર છે કે કોઈ એને જગાડી રહ્યું છે, એ પોતાનું નામ પણ સાંભળે છે અને છતાં ઊઠતો નથી. જેને સ્વયં જાગવું ન હોય તેને કોણ જગાડી શકે? જે મૂર્ખ છે, તે તો કહે છે કે, હું અજ્ઞાની છું, કૃપા કરી મને જ્ઞાન આપો. પણ જે મૂઢ છે તે પોતાનું અજ્ઞાન કબૂલવા જ તૈયાર નથી. મૂઢ તેને કહેવાય જે જ્ઞાની નથી પણ જ્ઞાની હોવાનો ઢોંગ કરે છે. આપણે પરમાત્માને પ્રાર્થના કરવી જોઈએ કે આપણને આવી મૂઢતામાં ન નાંખી દે, જેથી જ્ઞાન ન હોય છતાં આપણે જ્ઞાની હોવાનો દાવો કરીએ, ત્યાગનો લેશમાત્ર અંશ ન હોય અને છતાં ત્યાગની મૂર્તિ કહેવડાવવાનો પ્રયાસ કરીએ, એક રતિભર વસ્તુ હાથમાંથી છૂટે નહીં અને છતાં કર્ણ જેવા દાનવીર હોવાનો દાવો કરીએ.જેઓ ખરેખર પોતાનું કલ્યાણ ઇચ્છતા હોય તેમણે આવી મૂઢતાનો ત્યાગ કરવો જોઈએ. કારણ કે જેનામાં પોતાનું અજ્ઞાન કબૂલવાની, તેમ જ પોતાની મર્યાદાઓ સ્વીકારવાની હિંમત હોય, તે જ જ્ઞાનમાર્ગે પોતાનું કલ્યાણ સાધી શકે છે.