________________
અભાવ જાગ્રતકાળે સમજાય છે અને સૂક્ષ્મ અને સ્થૂળ બન્ને શરીરોનો અભાવ સુષુપ્તિમાં જણાય છે તેથી સ્પષ્ટ થાય છે કે જેનો અભાવ હોય તેવા સ્થૂળ કે સૂક્ષ્મ શ૨ી૨ો સત હોઈ શકે નહીં. પરંતુ એક જ કાળે જણાતા હોવાથી તેવા શરીરોની સત્તા પારમાર્થિક નહીં પરંતુ પ્રાતિભાસિક છે. આમ, સ્થૂળ કે સૂક્ષ્મ શ૨ી૨ અસત છે, પ્રાતિભાસિક છે તેથી તેવા મિથ્યા શરીરો કદી પણ મારું આત્મસ્વરૂપ હોઈ શકે નહીં. આત્મસ્વરૂપે હું તો ત્રણે અવસ્થાઓમાં, ત્રણે કાળે રહેનારો ભાવસ્વરૂપ છું. મારો કોઈ કાળે કે સ્વપ્ન, જાગ્રત અને સુષુપ્તિ જેવી અવસ્થામાં અભાવ થતો નથી. જાગ્રત અવસ્થામાં હું સ્થૂળ પદાર્થોનો ભોક્તા છું અને સ્થૂળશરીર, ઇન્દ્રિયો કે મનબુદ્ધિનો સાક્ષી છું. જયારે સ્વપ્નાવસ્થામાં હું સૂક્ષ્મ પદાર્થોનો ભોક્તા છું અને સ્વપ્નસૃષ્ટિનો સાક્ષી છું અને તે જ પ્રમાણે સુષુપ્તિમાં ‘બન્નેં મિપિ ન નાનામિ ।' ‘હું કાંઈ પણ જાણતો નથી’ તેવી ન જાણવાની વૃત્તિને જાણનારો હોઈ સુષુપ્તિનો પણ સાક્ષી છું. તેથી ત્રણે અવસ્થામાં જેનો અભાવ ન થાય તેવો હું અવસ્થાત્રયસાક્ષી આત્મા છું. આમ, કાળાતીત હોઈ, અભાવથી મુક્ત હોઈ, સત અને ચિતરૂપે હું પ્રત્યેક ભૂતમાત્રમાં પ્રત્યગાત્મા કે અંતર્યામી તરીકે રહેલો છું. સુષુપ્તિના અનુભવથી પણ મુમુક્ષુએ ત્રણે અવસ્થામાં રહેનારા સર્વસ્વરૂપ પોતાના આત્મસ્વરૂપને જાણવું જોઈએ. તાત્પર્યમાં શ્રુતિ યુક્તિ અને અનુભૂતિના સહારે પોતાને દેહ અને જીવથી વિલક્ષણ આત્મસ્વરૂપે જાણી દેહાદિ પરના મિથ્યાભાસનો કે અહંભાવનો અગર અધ્યાસનો મુમુક્ષુએ નાશ કરવો જોઈએ.
(છંદ-અનુષ્ટુપ) अनादानविसर्गाभ्यामीषन्नास्ति क्रिया मुनेः ।
તવેનિલ્ક્યા નિત્યં સ્વાધ્યાસાપનયં કુ ||૨૬૩
अनादानविसर्गाभ्याम्
मुनेः
ईषत्
क्रिया न अस्ति
૪૮૧
=
- કંઈ પણ ગ્રાહ્ય કે ત્યાજ્ય ન હોવાથી
= (આત્મજ્ઞાની) મુનિને માટે
=
=
જરા પણ
ક્રિયા કરવાની હોતી નથી (માટે)