________________
૪૮૦
અધ્યાસને કે અજ્ઞાનને તું દૂર કર.
પોતાના આત્મસ્વરૂપનું નિઃસંદેહ અને દૃઢ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે અત્રે શ્રુતિ, યુક્તિ અને અનુભૂતિનો સહારો લેવાનું સૂચવેલું છે. તેથી સૌ પ્રથમ ઉપનિષદ કે શ્રુતિને શ્રદ્ધાપૂર્વક પ્રમાણ માનવા જોઈએ અને તેવા શ્રુતિના વચનોમાં શ્રદ્ધા રાખીને પોતાના આત્મસ્વરૂપનો નિશ્ચય કરવો જોઈએ. કારણ કે આત્મા ઇન્દ્રિયગમ્ય નથી તેથી તેનું પ્રત્યક્ષજ્ઞાન થઈ શકે નહીં અને ઇન્દ્રિયો આત્માને જાણવા માટે પ્રમાણ નથી. તે જ પ્રમાણે આત્મા યુક્તિ, તર્ક કે અનુમાનથી જાણી શકાય તેમ નથી. કારણ કે આત્મા મનબુદ્ધિનો વિષય પણ નથી. માટે આત્માનું પરોક્ષજ્ઞાન પણ થઈ શકે નહીં. આમ હોવાથી, આત્મા જાણવો મુશ્કેલ થઈ જાય. માટે જ શ્રુતિના શબ્દોને કે વેદોના મહાવાક્યોને પ્રમાણ માની, પોતાના આત્મસ્વરૂપનો દૃઢ નિર્ણય ક૨વો જોઈએ. “માત્નેવેવ સર્વમ્” “આત્મા જ આ સર્વ કંઈ છે.’’ “સર્વ સ્વણ્વિયં ત્રા” ‘આ સર્વ કંઈ બ્રહ્મ જ છે.” આવા શ્રુતિના વાક્યોને પ્રમાણભૂત ગણીને મુમુક્ષુએ સમજવું કે ‘હું જીવ નથી પણ બ્રહ્મ જ છું, હું બ્રહ્મ છું તો સર્વવ્યાપ્ત હોઈ સર્વમાં સર્વસમયે સમત્વરૂપે રહેલો છું અને તે જ ન્યાયે શ્રુતિના ઉપદેશથી હું સમજ્યો છું કે સર્વ કાંઈ આત્મા જ છે. હું આત્મતત્ત્વ છું તો જીવ જેવો સોપાધિક નહીં, એકદેશીય નહીં પરંતુ નિરુપાધિક અને સર્વદેશીય છું. એટલું જ નહીં પરંતુ ભૂતમાત્રમાં અંતર્યામી તરીકે રહેલો છું.' આમ, શ્રુતિથી પોતાના સ્વરૂપનો નિશ્ચય કર્યા બાદ શાસ્ત્રસંમત યુક્તિ કે તર્કથી પણ સમજવું જોઈએ કે દેહ તો દશ્ય છે અને હું તો દેહનો દષ્ટા છું, માટે દેશ્યથી ન્યારો, ભિન્ન છું, વિલક્ષણ અને અસંગ છું. દેષ્ટા અને દૃશ્ય કદી એક હોઈ શકે નહીં,ઉપરાંત દૃશ્ય દેહ તો જડ છે જ્યારે હું તેનો દૃષ્ટા કે સાક્ષી ચેતનસ્વરૂપ છું. આમ, દેહ અને સાક્ષી આત્મા વચ્ચે જડ અને ચેતનનો વિરોધ હોવાથી પણ દેહ કદાપિ આત્મા હોઈ શકે નહીં. આવી અનેકાનેક શાસ્ત્રસંમત યુક્તિથી પણ આત્મા દેહથી જુદો છે, જીવથી વિલક્ષણ છે તેવું સમજી શકાય છે અને તે જ પ્રમાણે સુષુપ્તિ સમયે દરેક પોતાના અનુભવથી સમજી શકે છે કે સ્થૂળશરીરનો અભાવ સ્વપ્નકાળે જણાય છે અને સ્વપ્નના સૂક્ષ્મશરીરનો